October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવ (ગ્રાન્‍ટેડ)માં મહેંદી સ્‍પર્ધા અને કેશગૂંફનનું આયોજન કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ સંચાલિત શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવ, ગ્રાન્‍ટેડના આચાર્યા શ્રીમતી દક્ષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ મહેંદી સ્‍પર્ધાનું અને કેશગૂંફનનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
જેમાં ધોરણ 9 અને 10 ની વિદ્યાર્થીનીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. જેમાં મહેંદી સ્‍પર્ધામાં પ્રથમ નંબરે ધોરણ 9 ની દામિની ધનાંજય સિંગ, બીજા નંબરે સુવિધા ચિંટુભાઈ હળપતિ અને ત્રીજા નંબરે શીતલ દશરથભાઈ ગુપ્તા આવ્‍યા હતા. ધોરણ 10 માં પ્રથમ નંબરે પાયલ મુકેશભાઈ પટેલ, બીજા નંબરે દ્રિષ્ટી હિતેશભાઈ માહ્યાવંશી અને ત્રીજા નંબરે રિયા રાજેશભાઈ પટેલ આવ્‍યાં હતા. તેમજ કેશગૂંફનમાં ધોરણ 9 માં પ્રથમ નંબરે પ્રિયા રાજકુમાર ગૌતમ, બીજા નંબરે ઉર્વિ સંજયભાઈ પટેલ અને ત્રીજા નંબરે હની દિપક કુમાર સોની આવ્‍યાં હતા તેમને સંસ્‍થાના મે. ટ્રસ્‍ટી પૂ.કપિલ સ્‍વામી, ડાયરેક્‍ટર શ્રી હિતેન ઉપાધ્‍યાય અને ડૉ. શૈલેશ લુહાર તેમજ શાળાના આચાર્યા શ્રીમતી દક્ષાબેન પટેલ તથા શાળા પરિવારે હાર્દિક અભિનંદનપાઠવ્‍યા હતા.

Related posts

પ્રેસિડેન્‍ટ મોહમ્‍મદ નલવાલાના અધ્‍યક્ષ સ્‍થાને લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લની મળી ચોથી બોર્ડ મિટિંગ

vartmanpravah

દાનહ કલેક્‍ટર ભાનુ પ્રભાની અધ્‍યક્ષતામાં રોગી કલ્‍યાણ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

ગોયમા ખાતે નજીવી બાબતે મારામારી: ગુટખાની પિચકારી કોણે મારી હોવાનું પૂછતા ચાર જેટલા ઈસમોએ ભેગા મળી ગામના જ વ્‍યક્‍તિને ઢીબી નાખ્‍યો

vartmanpravah

કમ્‍ફર્ટ(આરામદાયક) લાઈફમાં ઉન્‍નતિ નથી : નેતાગીરી માટે પહેલ આવશ્‍યક

vartmanpravah

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૩ માં જન્મદિવસના ઉપલક્ષમાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા વલસાડ ખાતે રેલી યોજાઇ

vartmanpravah

દમણ ન.પા.ના અધ્‍યક્ષ તરીકે અસ્‍પી દમણિયા અને ઉપ પ્રમુખ પદે રશ્‍મિ હળપતિનો બિનહરિફ વિજય

vartmanpravah

Leave a Comment