Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

સંઘપ્રદેશના પ્રદૂષણ વિભાગ દ્વારા સીલ કરાયેલા બે ટ્રક ગાયબ થવાની ઘટનામાં યુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ પ્રા.લિ. સામે નોંધાયેલો ગુનો: મોટી દમણના કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશને શરૂ કરેલી કાર્યવાહી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : દમણના કચીગામની સરકારી જમીન ઉપર ચાલતી યુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા પ્રદૂષણ વિભાગ દ્વારા સીલ કરાયેલ બે ટ્રક ગાયબ થવાની ઘટનામાં દમણ પોલીસે કંપનીના જવાબદારો સામે આઈપીસીની 379, 201, 206 કલમ અંતર્ગત ગુનો નોંધી મોટી દમણ કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશને તપાસ આરંભી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નાની દમણ કચીગામ ખાતે ચાર રસ્‍તા પાસે સર્વે નંબર 355માં ઈપીએલ કેમ્‍પસમાં આવેલ યુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ લિમીટેડમાં તા.21.05.2023ના રોજ મામલતદાર અને એક્‍ઝિક્‍યુટિવ મેજીસ્‍ટ્રેટે પોલ્‍યુશન કંટ્રોલ કમીટિના સંબંધિત સ્‍ટાફ સાથે કંપનીના રિબાર ડિવિઝનમાં ઈન્‍સ્‍પેક્‍શન કર્યું હતું. ઈન્‍સ્‍પેક્‍શન દરમિયાન બે ટ્રક નંબર એમએચ-46 બીબી-1290 અને એમએચ-46 બીબી-1490માં એફ.ઈ.બી.સી. કોટિંગવાળા લોખંડના સળિયા ભરેલા હતા અને કંપની પ્રદૂષણ નિયંત્રણ સમિતિની કન્‍સેન્‍ટ વગર રિબારનું ઉત્‍પાદન કરતી હતી. જેથી વોટર (પ્રિન્‍વેશન એન્‍ડ કંટ્રોલ ઓફ પોલ્‍યુશન) એક્‍ટ 1974ની કલમ 25 અને એર (પ્રિવેન્‍શનએન્‍ડ કંટ્રોલ ઓફ પોલ્‍યુશન) એક્‍ટ 1981ની કલમ 21નો ભંગ થતો હતો. તેથી તે દિવસે આ બંને ટ્રકને મામલતદાર અને એક્‍ઝિક્‍યુટિવ મેજીસ્‍ટ્રેટ દ્વારા પંચનામું કરી સીલ કરવામાં આવી હતી.
દરમિયાન 22મી જૂન, 2023ના રોજ પ્રશાસન દ્વારા સિલ કરવામાં આવેલ બંને ટ્રકો ગાયબ થઈ હોવાની ફરિયાદ કલેક્‍ટરશ્રીને મળી હતી. જેના અનુસંધાનમાં જિલ્લા કલેક્‍ટરે દમણ મામલતદાર અને એક્‍ઝિક્‍યુટિવ મેજીસ્‍ટ્રેટને કંપનીની સાઈટ રિબાર ડિવિઝનનું ઈન્‍સ્‍પેક્‍શન કરી રિપોર્ટ સુપ્રત કરવા નિર્દેશ આપ્‍યો હતો. જે અંતર્ગત મામલતદાર અને એક્‍ઝિક્‍યુટિવ મેજીસ્‍ટ્રેટશ્રીએ બંને ટ્રકો ગેરકાયદે રીતે ગાયબ થવા ઉપરાંત પર્યાવરણના નીતિ-નિયમોના ઉલ્લંઘન સંબંધમાં કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનમાં યુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ લિમિટેડના વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી.
આ સંદર્ભમાં કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશન મોટી દમણ દ્વારા જવાબદાર કંપની સામે જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Related posts

વાપીની મહિલા ઉપર અશ્‍લિલ વિડીયો ફોટા મોકલનારો આરોપી રાજકોટથી ઝડપાયો

vartmanpravah

પાર-તાપી-નર્મદા રિવરલિંક યોજનાનો વિરોધ: વલસાડ જિલ્લાના કપરાડા ખાતે હજારો આદિવાસી સમાજના લોકો એકત્ર થયા: 25 માર્ચે વિધાનસભાનો ઘેરાવ કરવાની જાહેરાત

vartmanpravah

ઉમરકૂઇ ગામની ચોરીની ઘટનામાં બે આરોપીઓની ધરપકડ કરાઈ

vartmanpravah

સેલવાસ દમણગંગા નદી કિનારેથી અજાણ્‍યા યુવાનની લાશ મળી

vartmanpravah

પ્રદેશના શહેરી વિભાગના સચિવ, ન.પા. અધ્‍યક્ષ અને ચીફ ઓફિસરે દાનહ અને દમણ-દીવને પીએમએવાય-યુમાં મળેલ પુરસ્‍કારને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને અર્પણ કરી કરેલો ઋણ સ્‍વીકાર

vartmanpravah

લોકસભાની ચૂંટણી પડઘમ શરૂઃ વલસાડ-ડાંગ, સંસદીય મતવિસ્તાર માટે ભાજપ દ્વારા વલસાડમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ

vartmanpravah

Leave a Comment