Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખડકી હાઈવે પર અજાણ્‍યા વાહને મોટર સાયકલને અડફેટમાં લેતા મોટર સાયકલ ચાલકનું ઘટના સ્‍થેળ જ મોત

મોડી રાત્રે અતુલ કંપનીમાં નોકરી કરી પરત ઘરે ફરતા યુવાનને નડ્‍યો અકસ્‍માત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.05: પારડી નેશનલ હાઈવે નંબર 48 પર ખડકીપાસે એક અજાણ્‍યા વાહન ચાલકે ગત મોડી રાતે મોટર સાયકલને અડફેટમાં લઈ ઘટના સ્‍થળે મોટર સાયકલ સવારનું મોત નીપજાવી ફરાર થઈ ગયો હતો.
સુરત ઓલપાડના મહાવીર રો-હાઉસ ખાતે ધનલક્ષ્મી સોસાયટીની બાજુમાં રહેતો અને છેલ્લા ત્રણ મહિનાથી અતુલ લિમિટેડ કંપનીમાં નોકરી કરી વાપી નામધા ખાતે રહેતો મિહિર બળવંતભાઈ પ્રજાપતિ ઉંમર વર્ષ 26 ગત મંગળવારની મોડી રાત્રિએ અતુલ કંપનીમાંથી નોકરી કરી પરત સ્‍પ્‍લેન્‍ડર મોટર સાયકલ નંબર જીજે 05 એફવાય 1899 લઈ વાપી નામધા પોતાના ઘરે જઈ રહ્યો હતો.
આ દરમ્‍યાન પારડી ખડકી નેશનલ હાઈવે નંબર 48 પર એક અજાણ્‍યા ટ્રક જેવા વાહને મિહિરની મોટર સાયકલને અડફેટે લઈ મિહિરનું ઘટના સ્‍થળે મોત નીપજાવી અજાણ્‍યો વાહન ચાલક ઘટના સ્‍થળેથી ફરાર થઈ ગયો હતો.
બનાવની જાણ જિલ્લા ટ્રાફિકની પોલીસને થતા તાત્‍કાલિક ઘટના સ્‍થળે દોડી આવી સર્જાયેલો ટ્રાફિક જામ હળવો કરી મિહિરનો મૃતદેહ ઓરવાડ પીએચસી ખાતે મુકવામાં આવ્‍યો હતો. આ મામલે પારડી પોલીસે અજાણ્‍યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

દમણ જિલ્લા આદિવાસી સમાજે દમણ જિ.પં. અને ન.પા.ના પ્રમુખ-ઉપ પ્રમુખ પદે અનુ.જનજાતિના ઉમેદવારની પસંદગી કરવા પ્રદેશ ભાજપને કરેલી રજૂઆત

vartmanpravah

સંઘપ્રદેશમાંથી કુપોષણની સમસ્‍યા દુર કરવા ભાજપ પ્રદેશ મહિલામોરચાનો સક્રિય પ્રયાસ: અથાલ ગામે કુપોષિત બાળકોને ખાદ્ય સામગ્રી કીટનું વિતરણ કરાયુ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દમણ-દીવ સ્‍ટેટ કો-ઓ. બેંક લિ.એ ગોવા સ્‍ટેટ કો-ઓ. બેંક લિ. પાસેથી બાકી નિકળતા રૂા.8.68 કરોડ મેળવ્‍યા

vartmanpravah

શનિવારે ને.હા.નં.48 ઉપર કાજલી-તલાસરી ખાતે માહ્યાવંશી સમાજના અતિથિ ગૃહનું થનારૂં ભૂમિપૂજન

vartmanpravah

પારડીમાં ઠેર ઠેર હોલીકા દહનની ઉજવણી: પર્યાવરણને ધ્‍યાનમાં લઈ વૈદિક હોળી પ્રગટાવાઈ

vartmanpravah

વલસાડ એસટી વિભાગીય કચેરીમાં કામદાર કલ્‍યાણ પ્રવૃત્તિ સેમિનાર અને 108 સેવાનો નિદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment