September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બાળકોને શ્રેષ્ઠ વક્તા બનાવવા કપરાડાના મનાલાની કેન્દ્ર શાળામાં “બોલેગા બચપન” કાર્યક્રમ યોજાયો

જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની દ્વારા સરકારી શાળાના બાળકોની મૌખિક અભિવ્યક્તિ વિકસાવવા સ્તુત્ય પ્રયાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૧૩: વલસાડ જિલ્લાની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોની મૌખિક અભિવ્યક્તિ વિકસાવવા જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીની પ્રેરણાથી સમગ્ર જિલ્લાની સરકારી શાળાઓમાં “બોલગા બચપન” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે કપરાડા તાલુકાના મનાલા કેન્દ્ર શાળામાં સી.આર.સી. મનાલા દ્વારા ક્લસ્ટર કક્ષાએ બોલગા બચપન કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ બાલવાટિકા, ધો. ૧-૨, ધો. ૩-૫ તેમજ ધો.૬-૮ એમ ચાર વિભાગમાં આયોજિત કરાયો હતો. જેમાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર મનાલા હસ્તક આવતી શાળાઓના ૩૫ બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમના ચારેય વિભાગોમાં પ્રથમ ત્રણ ક્રમાંકે આવનારા બાળકોને બુરલા તળાવ ફળિયા પ્રાથમિક શાળાના શિક્ષક નારણભાઈ જાદવ તરફથી રોકડ ઇનામ તેમજ “બોલેગા બચપન ટીમ મનાલા દ્વારા એકત્રિત ફંડમાંથી નોટ, કંપાસ, પેન્સિલ, રબર અને સંચો સાથેની શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.
ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ કેળવાય, ભવિષ્યમાં શ્રેષ્ઠ વક્તા તરીકે સમાજમાં નામના મેળવે એવા શુભ આશયથી ગત વર્ષે પણ આ પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા મનાલા ક્લસ્ટરના સી.આર.સી. કો-ઓર્ડીનેટર નિલોફર શેખ, મનાલા કેન્દ્ર શિક્ષક દિલીપભાઈ પટેલ, બુરલા તળાવ ફળિયા પ્રાથમિક શાળાના નારણભાઇ જાદવ, બિલોનીયા પ્રા. શાળાના સુનિલભાઈ પટેલ સહિત મનાલા ક્લસ્ટરની શાળાઓનો અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો હતો.

Related posts

ઝેનીથ ડોક્‍ટર હાઉસના ઓર્થોપેડિક સર્જન ડૉ.પાર્થ પંચાલનું નાઈજેરિયામાં આંતરરાષ્‍ટ્રીય સન્‍માન

vartmanpravah

અંભેટીથી વાપી કંપનીમાં થર્ડ સિફટમાં નોકરીએ જવા નિકળેલ યુવાનની બાઈક ઝાડ સાથે ભટકાતા મોત

vartmanpravah

સેલવાસના આરડીસી ચાર્મી પારેખ અભ્‍યાસ માટે વિદેશ જતાં સેલવાસના આરડીસી તરીકે પ્રિયાંક કિશોરની કરાયેલી નિયુક્‍તિઃ દાનિક્‍સ અધિકારી કરણજીત વાડોદરિયાને સેલવાસ સ્‍માર્ટ સીટીના સી.ઈ.ઓ. તરીકેની આપવામાં આવેલી જવાબદારી

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભારત માતાનું પૂજન અને શહીદ પરિવારોના સન્‍માનના કાર્યક્રમોનું આયોજન

vartmanpravah

દાનહ વન વિભાગ દ્વારા ઊંડાણના જંગલ વિસ્‍તારના ચેકડેમોમાં પાણીના સંગ્રહ હેતુ હાથ ધરાયેલી ડિસીલ્‍ટીંગ કામગીરી

vartmanpravah

‘સબકી યોજના, સબકા વિકાસ’ 2024-‘25 અંતર્ગત કચીગામ ગ્રા.પં.ના સરપંચ ભરતભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને યોજાઈ વિશેષ ગ્રામસભા

vartmanpravah

Leave a Comment