Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

નવી દિલ્‍હીમાં ભાજપના ચૂંટણી પ્રચાર અભિયાનના કન્‍વીનર અને સહ કન્‍વીનરની બેઠકમાં દાનહ અને દમણ-દીવનું વાસ્‍તવિક ચિત્ર રજૂ કરતા વરિષ્‍ઠ ભાજપ નેતા જીતુ માઢાઃ પ્રદેશની બંને બેઠકો ઉપર વિજય મેળવવા પ્રગટ કરેલો વિશ્વાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13 : ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણી- 2024ના સંદર્ભમાં દેશનાદરેક રાજ્‍યના ચૂંટણી પ્રચાર અભિયાનના કન્‍વીનર અને સહ કન્‍વીનરની બેઠક રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જે.પી.નડ્ડાના નેતૃત્‍વમાં ભાજપ કેન્‍દ્રિય કાર્યાલય દિલ્‍હી ખાતે યોજવામાં આવી હતી. આ બેઠકમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવથી પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપકભાઈ જાદવ અને શ્રી જીતુભાઈ માઢાએ હાજરી આપી હતી.
દાદરા નગર હવેલીના ભાજપના સૌથી જૂના અને કર્મઠ નેતા શ્રી જીતુભાઈ માઢાએ દાદરા નગર હવેલી અને દમણ-દીવની વર્તમાન સ્‍થિતિની વિસ્‍તારથી રૂપરેખા આપી હતી અને પ્રદેશની બંને બેઠકો ઉપર વિજય પ્રાપ્ત કરવાનો વિશ્વાસ પણ પ્રગટ કર્યો હતો.
આ બેઠકમાં રાષ્‍ટ્રીય મહામંત્રી શ્રી વિનોદ તાવડે, શ્રી સુનિલ બંસલ અને પ્રવક્‍તા શ્રી સંદિપ પાત્રાએ માહિતી અને માર્ગદર્શન આપ્‍યું હતું. રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જે.પી.નડ્ડાએ 2019માં હારેલી સીટોને જીતવા અને જીતેલી સીટોમાં પહેલાથી વધુ મતોથી જાળવી રાખવા સંગઠનને સક્રિય અને એકરાગીતાથી કામ કરવા નિર્દેશ આપ્‍યો હતો. તેમણે ભાજપ માટે અનુラકૂળ વાતાવરણ કેવી રીતે તૈયાર કરવું તેની પણ સમજ આપી હતી.

Related posts

ઉમરકૂઇ ગામની ચોરીની ઘટનામાં બે આરોપીઓની ધરપકડ કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ હેઠળ દાનહ અને દમણ-દીવમાં ઘરે ઘરે 2024ના કેલેન્‍ડર વિતરણ અભિયાનનો જુસ્‍સાભેર આરંભ

vartmanpravah

વાપી નગરપાલિકાની 18મી ઓક્‍ટોબરે સામાન્‍ય સભા યોજાશે : આચાર સંહિતા પહેલાં મહત્તમ કામોને બહાલી અપાશે

vartmanpravah

દાનહઃ સેલવાસમાં 1 ઇંચથી વધુ અને ખાનવેલમાં 21 મિલી વરસાદ વરસ્‍યો

vartmanpravah

‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત ચીખલી તાલુકાના ગામોમાં મોટી સંખ્યામાં લોકો સ્વચ્છતા અભિયાનમાં જાડાયા

vartmanpravah

દીવ ન.પા.ના પ્રમુખની ચૂંટણી 16 જુલાઈએ યોજાશે

vartmanpravah

Leave a Comment