(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.10 : દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની રમત-ગમત પ્રત્યેની પહેલથી અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ મુજબ સંઘપ્રદેશના યુવા કાર્યક્રમ અને રમત-ગમત વિભાગના સચિવ ડો. અરૂણ ટી. અને રમત-ગમત વિભાગના નિર્દેશક શ્રી અરૂણ ગુપ્તાના સહયોગથી કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસસનના યુવા બાબતો અને રમત-ગમત વિભાગ દ્વારા સંઘ સ્તરીય સ્પર્ધામાં ભાગ લેવા માટે દમણ જિલ્લામાં જિલ્લા સ્તરીય આંતરશાળા રમત-ગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ રમતોના માધ્યમથી આવનાર યુવાન પેઢીને માનસિક આરોગ્યની સાથે સાથે શારીરિક તંદુરસ્તીના પ્રત્યે પ્રેરિત કરવામાં આવી રહી છે.
દમણ જિલ્લા આંતરશાળા રમત-ગમત સ્પર્ધામાં એથ્લેટિક્સ(અંડનર 14, 17 અને 19 બોયઝ) સ્પર્ધામાં 100 મીટર, 200 મીટર, 400 મીટર, 600 મીટર, 800 મીટર, 1500 મીટર, 3000મીટર દોડ અને 4×100 મીટર રિલે, 4×400 મીટર રીલે દોડ, શોટપુટ, જેવલિન થ્રો, ઊંચી કૂદ અને લાંબી કૂદ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા સ્તરીય સ્પર્ધાના પસંદગી પામેલા ખેલાડી સંઘ સ્તરીય સ્પર્ધામાં દમણ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા નજરે પડશે.
