October 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહ જિ.પં.ની કારોબારી સમિતિના અધ્‍યક્ષ તરીકે દિપક પ્રધાનઃ જાહેર બાંધકામ સમિતિના અધ્‍યક્ષ બનતા વિપુલ ભુસારા

  • હાલમાં ખુબ જ મહત્‍વની ગણાતી મહિલા બાળ વિકાસ અને યુવા સમિતિના અધ્‍યક્ષતરીકે જશોદાબેન પટેલની વરણી

  • દાનહ જિલ્લા પંચાયતની વિવિધ 7 સમિતિઓનું ગઠન સંપન્નઃ હવે કાર્યમાં ગતિશીલતા આવવાની સંભાવના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13 : દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતની વિવિધ 7 સમિતિઓનું ગઠન આજે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. દાનહના નાયબ કલેક્‍ટર (જનરલ)શ્રી અમિત કુમારના અધ્‍યક્ષસ્‍થાને મળેલી આજની સામાન્‍ય સભામાં તમામ સમિતિની રચના બિન હરિફ રીતે કરાઈ હતી.
કારોબારી સમિતિના અધ્‍યક્ષ તરીકે શ્રી દિપકભાઈ છોટુભાઈ પ્રધાનની વરણી કરવામાં આવી હતી. જ્‍યારે જિલ્લા પંચાયતમાં મહત્‍વની ગણાતી જાહેર બાંધકામ સમિતિના અધ્‍યક્ષ પદની જવાબદારી શ્રી વિપુલ કાકડભાઈ ભુસારાને સુપ્રત કરવામાં આવી છે. શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ પદે શ્રીમતી નિશા ભવરની નિયુક્‍તિ કરાઈ છે.
જાહેર આરોગ્‍ય સમિતિના અધ્‍યક્ષ પદે શ્રી ગોવિંદભાઈ ભુજાડા, ઉત્‍પાદન સહકાર અને સિંચાઈ સમિતિના અધ્‍યક્ષ પદની જવાબદારી શ્રી દિપકભાઈ એલ. પટેલ, સામાજિક ન્‍યાય સમિતિના અધ્‍યક્ષ તરીકે શ્રી ભગુભાઈ પટેલ અને હાલમાં ખુબ જ મહત્‍વની ગણાતી મહિલા બાળ વિકાસ અને યુવા સમિતિના અધ્‍યક્ષ તરીકે શ્રીમતી જશોદાબેન રવિન્‍દ્રભાઈ પટેલની નિયુક્‍તિ કરવામાં આવી છે.
દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રી દામજીભાઈ કુરાડા હવે આ વિવિધસમિતિના નવનિયુક્‍ત અધ્‍યક્ષો પાસે કેવું કામ લેવડાવે તેના ઉપર પણ તમામનું ધ્‍યાન કેન્‍દ્રિત છે.

Related posts

વલસાડમાં ફાયર સેફટી એન.ઓ.સી. નહિ ધરાવતી ત્રણ બેંકોની ઓફિસો પાલિકાએ સીલ કરી

vartmanpravah

ચીખલીના સાદકપોરમાં વૃદ્ધ દંપતિના ઘરમાં પાંચ જેટલા લૂંટારૂઓ ત્રાટકી ચપ્‍પુની અણીએ સોના-ચાંદીના દાગીના લૂંટી ફરાર

vartmanpravah

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

દમણના બીડીઓ તરીકે મિહિર જોશીની વરણીઃ રાહુલ ભીમરાને દાનહના કલેક્‍ટરાલયમાં વેટ અને જીએસટીનો પ્રભાર

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન હેઠળ દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા તિરîગા યાત્રા યોજાઈ

vartmanpravah

દમણ જિ.પં. : પ્રથમ અઢી વર્ષનો કાર્યકાળ ‘પુરુષ’ માટે અનામત હોવાથી મહિલા સભ્‍યો મોહભંગ

vartmanpravah

Leave a Comment