Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

માંડા ખાતે ઉમરગામ તાલુકાના પ્રથમ ધારાસભ્‍ય અને જન્‍મભૂમિ પ્રત્‍યે નિઃસ્‍વાર્થ સેવા આપનારા સ્‍વ.સતુભાઈ ઠાકરીયાના સ્‍મર્ણાર્થે આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટે જમાવેલું ભારે આકર્ષણ

તાલુકાના અનુસૂચિત જનજાતિ વર્ગની 218 ટીમે લીધેલો ભાગ, જેમાં ગુરુકળપા કનાડુ અને મોહન ગામ ઈલેવન વચ્‍ચે થયેલા ફાઈનલ મુકાબલામાં ગુરુકૃપા કનાડુ ટીમ ચેમ્પિયન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.08: ઉમરગામ તાલુકાના માંડા પલાટપાડા ખાતે સ્‍વ.સતુભાઈ ઠાકરીયાના સ્‍મર્ણાર્થે એમના પરિવાર દ્વારા અનુસૂચિત જનજાતિ વર્ગના યુવાનોમાં ભાઈચારા અને એકતાની ભાવના જળવાઈ રહે એવા ઉદ્દેશ સાથે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સતતપાંચ દિવસ સુધી ચાલેલી ટુર્નામેન્‍ટમાં તાલુકાની 218 ટીમોએ ઉત્‍સાહપૂર્વક ભાગ લઈ પ્રદર્શન કર્યું હતું. યુવાનોએ ટુર્નામેન્‍ટ દરમિયાન બતાવેલી સ્‍પોર્ટ્‍સમેનશિપ અને સંચાલક શ્રી દિલીપભાઈ ઠાકરીયા, શ્રી પ્રભુભાઈ ઠાકરીયા અને એમના પરિવારે ગોઠવેલી વ્‍યવસ્‍થા પ્રસન્નીય રહી હતી. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી યુટયુબના માધ્‍યમથી જીવંત પ્રસારણ કર્યું હતું. વિજેતા ટીમ તેમજ ઉપવિજેતા ટીમોને રોકડ પુરસ્‍કાર તેમજ ટ્રોફી આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા.
આ ટુર્નામેન્‍ટનો પ્રારંભ ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરના હસ્‍તે કરવામાં આવ્‍યો હતો. ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરે આ પ્રસંગે સ્‍વ.સતુભાઈ ઠાકરીયાએ જન્‍મભૂમિ પ્રત્‍યે અદા કરેલી નિષ્ઠાવાન ફરજો અને અહમ ભૂમિકા ઉપર પ્રકાશ પાડી દિલથી યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. આ કાર્યક્રમમાં એસઆઈએ પ્રેસિડેન્‍ટ શ્રી કમલેશભાઈ ભટ્ટ, સેક્રેટરી શ્રી હેમંતભાઈ મંડોલી, ઉદ્યોગપતિ શ્રી નિર્મલભાઈ દુધાની શ્રી સમીમભાઈ રિઝવી સહિતના ઉદ્યોગપતિ તેમજ રાજકીય આગેવાન ભાજપ તાલુકા સંગઠન પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી, માજી ધારાસભ્‍ય શ્રી શંકરભાઈ વારલી, જિલ્લા પંચાયતના સભ્‍યશ્રી દીપકભાઈ મિષાી, શ્રી રાકેશભાઈ રાય, શ્રી પ્રતિકભાઈ રાય સહિત મોટી સંખ્‍યામાં આગેવાનો હાજર રહી યુવાનોને પ્રોત્‍સાહન પૂરું પાડ્‍યુંહતું.

Related posts

પારડી નગર પાલિકા દ્વારા મહાત્‍મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી પૂજન કરી ગાંધી જયંતીની કરેલી ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લામાં નેશનલ હાઈવે પર લાઈટીંગ અને બ્લેકસ્પોટ મુદ્દે બેદરકાર NHAIને જિલ્લા મેજિસ્ટ્રેટે રૂ. ૭૫૦૦નો દંડ ફટકાર્યો

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં સેલવાસ સ્‍માર્ટ સીટી લિ. દ્વારા ક્રિષ્‍ના કેન્‍સર એઈડ એસો.ના સહયોગથી ‘અમે અણનમ છીએ’ ફ્રીડમ ટુ વોક એન્‍ડ રન ઇવેન્‍ટ યોજાઈ

vartmanpravah

મધ્‍યરાત્રીએ પારડી પોલીસના સપાટો: બેફામ ઝડપે પીકઅપ ચલાવતા 15 જેટલા પિકઅપ ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

વાપીમાં પ્રવાસી રાજસ્‍થાનીઓનું સ્‍નેહમિલન યોજાયું

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપક્રમે ભામટી પ્રગતિમંડળ દ્વારા યોગ અભ્‍યાસ કરાયો

vartmanpravah

Leave a Comment