Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં દર્દી પાસે ઓપરેશન પેટે 12 હજાર વસુલવામાં આતા મામલો ગરમાયો

ઓપરેશનનો સરસામાન વલસાડથી નહી મંગાવાતા પારડીથી મંગાવાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં અકસ્‍માતના ઓપરેશન પેટે ગરીબ અપંગ આદિવાસી પરિવાર પાસેથી રૂા.12 હજાર વસુલવામાં આવતા મામલો ગરમાયો હતો.
ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલ સરકારી હોસ્‍પિટલ છે તેથી દર્દીઓને નિઃશુલ્‍ક સારવાર કરવામાં આવે છે. હોસ્‍પિટલમાં મોહપાડા ગામ અને મોહનાકાઉચાલીના વ્‍યક્‍તિનો અકસ્‍માત થયો હતો. જેનું આજરોજ ઓપરેન કરવામાં આવ્‍યું હતું તે પેટે હોસ્‍પિટલે 12 હજાર ગરીબ પરિવાર પાસેમાંગવામાં આવ્‍યા હતા તેથી આદિવાસી આગેવાનો હોસ્‍પિટલમાં દોડી ગયા હતા અને મામલો ગરમાયો હતો. ઓપરેશનનો જરૂરી સામાન પારડીથી મંગાવાયેલ, વલસાડથી કેમ નહી તેવો મુદ્દો પણ ઉઠયો હતો. બીજુ આયુષ્‍યમાન સુવિધા હેઠળ શા માટે સારવાર નહી કરવામાં આવી. જેવા મુદ્દા આ પ્રકરણમાં ઉપસ્‍થિત થયા હતા. આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે હોસ્‍પિટલે સેવાની જગ્‍યાએ બીલ વસુલતા આરોગ્‍ય સેવાઓ પોકળ સાબિત થઈ છે.

Related posts

વાપી-ગાંધીનગર-મહેસાણા વધુ બે ટ્રેન સેવા અગામી ડિસેમ્‍બર તા.24 – જાન્‍યુઆરી તા.04 થી કાર્યરત થશે

vartmanpravah

વલસાડના જુજવામાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૬૧ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા

vartmanpravah

વાપી ભડકમોરાથી દેશી તમંચા સાથે એસ.ઓ.જી.એ એકને ઝડપી પાડયો

vartmanpravah

મતદાન જાગળતિ માટે જિલ્લાની શાળાઓમાં રંગોળી-મહેંદી સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

નૂતન પ્રયાસ ફાઉન્‍ડેશને દાનહના જર્જરિત રસ્‍તાઓની મરામ્‍મત કરવા કલેક્‍ટરને આપેલું આવેદન પત્ર

vartmanpravah

હર ઘર તિરંગા અભિયાનઃ વલસાડ જિલ્લામાં 1.65 લાખ ઘર પર તિરંગો લહેરાશે

vartmanpravah

Leave a Comment