October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ સરોણ હાઈવે ઉપર ગમખ્‍વાર અકસ્‍માત: ઉભેલા ડમ્‍પર સાથે પીકઅપ અથડાતા એક મોત, બે ઘાયલ

હાઈવે ટોટલી ખાલી હોવા છતા બેફામ ડ્રાઈવિંગે અકસ્‍માત સર્જ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વલસાડ નેશનલ હાઈવે સરોણ પાસે આજે સવારે ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. સુરત તરફથી આવી રહેલ પીકઅપ વાને હાઈવે ઉપર રોડની સાઈડમાં ઉભેલા ડમ્‍પર સાથે ધડાકાભેર અતડાતા જીવલેણ અકસ્‍માત સર્જાયો હતો. હાઈવે ટોટલખાલી હોવા છતાં પીકઅપ ચાલકે બેફામ ડ્રાઈવિંગ કરતા અકસ્‍માત આમંત્ર્યો હતો.
વલસાડ સરોણ હાઈવે ઉપર સુરત તરફથી આવી રહેલ બોલેરો પીકઅપ નં.જીજે 05 સી.યુ.ના ચાલકે રાઈડ સાઈડ ઉભેલા ડમ્‍પર સાથે પીકઅપ અથડાવી દીધી હતી. જેમાં પીકઅપ સવાર ત્રણ પૈકી એકનું ઘટના સ્‍થળે સરફરાજભાઈનું મોત નિપજ્‍યું હતું. જ્‍યારે ગંભીર રીતે ઘાયલ થયેલ અન્‍ય બે ને 108 મારફતે સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા. જેમની હાલત નાજુર હોવાનું જાણવા મળ્‍યું છે. બેફામ ડ્રાઈવિંગ થકી સર્જાયેલ આ અકસ્‍માતમાં પીકઅપનો ખુરદો બોલાઈ ગયો હતો.

Related posts

ઉમરગામ તાલુકામાં અતિભારે વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાયા

vartmanpravah

લોભિયા હોય ત્‍યાં ધુતારા ભૂખે ન મરે: અવધ ઉથોપિયામાં સસ્‍તી કિંમતે મોબાઈલ અપાવવાની લાલચ આપી 1 લાખ 75 હજારની છેતરપિંડી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો ગુરૂમંત્રઃ કામ એજ ભક્‍તિ લક્ષદ્વીપથી પરત ફર્યા બાદ શરૂ કરેલું દમણના વિકાસકામોનું નિરીક્ષણ

vartmanpravah

દાદરા નગર હવેલી: ભૂતકાળ ભૂલીને ચાલવા કાર્યકરોને અભિનવ ડેલકરે કરેલું આહ્‌વાન

vartmanpravah

વલસાડમાં મંગળવારે સવારે ધોધમાર કમોસમી વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત

vartmanpravah

પારડી તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપ પ્રમુખની બિનહરીફ વરણી: પ્રમુખ તરીકે ટુકવાડાના દક્ષેશ પટેલ જ્‍યારે ઉપ પ્રમુખ તરીકે બાલદાના ડિમ્‍પલબેન પટેલ ચૂંટાયા

vartmanpravah

Leave a Comment