Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

વિદ્યાર્થીનીઓને મોડી રાત્રે અભદ્ર મેસેજ કરવાના મામલે સેલવાસ ખાતેના આકાશ બાયજૂસ ટયૂશન ક્‍લાસનાશિક્ષકની પોલીસે કરેલી ધરપકડ

વિદ્યાર્થીનીઓને મેસેજો કરી ફોટા અને પૈસાની પણ માંગણી કરતો હતો ટયૂશન શિક્ષક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14 : સેલવાસના લેન્‍ડમાર્ક બિલ્‍ડીંગમાં ચાલી રહેલ આકાશ બાયજૂસ ટયૂશન ક્‍લાસીસના એક શિક્ષક વિદ્યાર્થીનીઓને મેસેજ કરી હેરાન કરતો હોવાની ફરિયાદ પોલીસ સ્‍ટેશનમાં પહોંચી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર સેલવાસના ટોકરખાડા લેન્‍ડમાર્ક બિલ્‍ડીંગમાં આવેલ આકાશ બાયજૂસ ટયૂશન ક્‍લાસીસમાં રોહિત નામના શિક્ષક દ્વારા ક્‍લાસમાં આવતી વિદ્યાર્થીનીઓને મોડી રાત્રે અભદ્ર મેસેજ કરી ફોટા માંગતો હતો. સાથે પૈસાની પણ માંગ કરતો હતો. જે સંદર્ભે છોકરીએ એમના પરિવારને જાણ કરતા પરિવારના સભ્‍યો ક્‍લાસિસ સ્‍થળે પહોંચ્‍યા હતા અને ત્‍યારબાદ પોલીસને બોલાવી ફરિયાદ કરતા ચકચાર મચી ગઈ હતી.
પોલીસની ટીમ ક્‍લાસીસ સ્‍થળે પહોંચી શિક્ષક અને વિદ્યાર્થીનીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આ ક્‍લાસમાં પાંચસોથી વધુ વિદ્યાર્થીઓ ટયુશન લેવા માટે આવે છે. જેમાંથી કેટલીક વિદ્યાર્થીનીઓને આ શિક્ષક દ્વારા મોડી રાત્રે મેસેજો કરતો રહે છે તેથી કેટલીક વિદ્યાર્થીનીઓ ડરના કારણે પોતાના વાલીઓ કે ક્‍લાસના સંચાલકોને ફરિયાદ કરતા ન હતા. હાલમાં સેલવાસ પોલીસે શિક્ષકની અટક કરી ઘટનાઅંગેની વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

વલસાડ જિલ્લામાં પ્રથમવાર ‘‘કી હોલ ઓપન હાર્ટ સર્જરી” ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્‍પિટલમાં કરાઈ

vartmanpravah

વલસાડમાં રાત્રે ઘરેથી કાર લઈ હાઈવે ઉપર મિત્રો સાથે ચા પીવા નિકળેલ યુવાનને મોત ભેટી ગયું

vartmanpravah

વલવાડા ખાતે મંત્રી કનુભાઈ દેસાઈએ શાળાની બિલ્‍ડીંગ અને હોલનું કરેલું લોકાર્પણ

vartmanpravah

રાજ્‍યના ખાણ ખનીજ વિભાગ દ્વારા ખાનગી જમીનમાં ચાર હેક્‍ટર સુધી હરાજી વિના લીઝની પરવાનગી આપવાનો નિર્ણય કરાતા ક્‍વોરી ઉદ્યોગમાં આનંદની લહેર

vartmanpravah

પારડીના કીકરલા ગામથી છોટા હાથી ટેમ્‍પો ચોરાયો

vartmanpravah

‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિતે વૃક્ષારોપણ

vartmanpravah

Leave a Comment