July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ ન.પા. દ્વારા ડેંગ્‍યુ, મેલેરિયા, ટાઈફોડ જેવી બીમારીને ફેલાતી અટકાવવા માટે દવા છંટકાવની શરૂ કરાયેલી કામગીરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17 : ચોમાસા દરમિયાન માખી, મચ્‍છરોના ઉપદ્રવ અને તેનાથી ફેલાતા રોગચાળાને અટકાવવા દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસકશ્રીના માર્ગદર્શનમાં અને સેલવાસ નગરપાલિકાના પ્રમુખશ્રીના દિશા-નિર્દેશમાં ચીફ ઓફિસર નેતૃત્‍વમાં શહેરી વિસ્‍તારમાં ડેંગ્‍યુ, મેલેરિયા, ટાઈફોડ જેવી બીમારીઓ નહીં ફેલાઈ તે માટે ફોંગીગ કરી તથા બ્રીડીંગ સાઈટના ડિસ્‍ક્રશન માટે દવાના છંટકાવની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દવા છંટકાવની કામગીરી દરમિયાન પાલિકા તંત્રના ધ્‍યાનમાં આવ્‍યું કે સોસાયટીઓ તથા દુકાનો, મહોલ્લા અનેરોડ સાઈડમાં ગંદકીનો ઉપદ્રવ કરવામાં આવી રહ્યો છે. લોકો સોસાયટીઓ, ચાલીઓ, રૂમો તથા દુકાનોની આજુબાજુ કચરો ફેંકી દે છે જેનાથી અસહ્ય ગંદકી ફેલાઈ રહી છે અને પાણીનો જમાવ થાય છે. જેનાથી મેલેરિયા, ડેંગ્‍યુ, ટાઈફોડ જેવી બીમારીઓને ફેલાવનાર મચ્‍છરોની સંખ્‍યામાં વૃદ્ધિ થાય છે આ મચ્‍છરો દ્વારા માણસોને ડંખ મારવાથી બીમારીઓ ફેલાય છે. તેથી લોકો પોતાની સોસાયટીમાં અથવા દુકાન કે રહેણાંક વિસ્‍તારની આજુબાજુ કે કોપણ જગ્‍યાએ કચરો ન ફેંકે અને પાણીનો જમાવ થવા ન દે. ઘરની અંદર ફુલદાનીમાં, કુલર/ફ્રિજમાં અથવા અન્‍ય જગ્‍યા પર પણ પાણી જમા થવા દેવું નહીં.

Related posts

વલસાડની ભદેલી મોટાફળીયા પ્રાથમિક શાળામાં અભ્‍યાસ કરતાં બાળકોએ વિવિધ બાહ્ય પરીક્ષાઓમાં ઝળહળતો દેખાવ કર્યો

vartmanpravah

વલસાડમાં વધુ એક જર્જરીત એપાર્ટમેન્‍ટની બાલ્‍કની તૂટી પડી : નીચે દુકાનના પતરા અને બાઈક દબાયા

vartmanpravah

સેલવાસમા ઉત્તરાખંડ સેવા સમિતિ દ્વારા આયોજીત ભાગવત કથા સપ્તાહનું સમાપન કરાયું

vartmanpravah

કિલવણી અંગ્રેજી માધ્‍યમ પ્રાથમિક શાળામાં હુબર કંપની દ્વારા ટીવી ભેટ અપાયું

vartmanpravah

વલસાડમાં મહિલાની મુહિમ મારા ગણેશ માટીના ગણેશને મળી રહેલો પ્રતિસાદ

vartmanpravah

દાનહના નરોલીથી દિવ્‍યાબેન યોગેન્‍દ્રસિંહ ચૌહાણ ગુમ થયેલ છે

vartmanpravah

Leave a Comment