October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ભારત રત્‍ન ડો. આંબેડકરના પૌત્ર ભીમરાવના અધ્‍યક્ષ સ્‍થાને મુંબઈમાં ત્રિસુત્ર શતાબ્‍દી મહોત્‍સવ સમારોહ યોજાયો

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના માણેકપોર ગામના રહિશ
કેપ્‍ટન ડો.એ.ડી. માણેકનું ઐતિહાસિક સમારોહ પ્રસંગે
મુંબઈ ખાતે કરાયેલું સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સુરત, તા.18: સુરત જિલ્લાનાં બારડોલી તાલુકાના માણેકપોર ગામના રહિશ એવાં મુંબઈમાં સ્‍થાયીથયેલાં કેપ્‍ટન (ડો.) એ.ડી. માણેક જેમણે ગુજરાતને જન્‍મભૂમિનું ગૌરવ અપાવ્‍યું છે જ્‍યારે મહારાષ્‍ટ્રને કર્મભૂમિ બનાવી છે. બન્ને રાજ્‍યોમાં શૈક્ષણિક અને સામાજીક ક્ષેત્રે ઉમદા અને અકલ્‍પનીય સેવાઓ છેલ્લાં 36 વર્ષોથી આપી રહેલાં કેપ્‍ટન (ડો.) એ.ડી. માણેકને ભારત દેશના સંવિધાનના રચિયતા ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરના પૌત્ર શ્રી ભીમરાવ યશવંત આંબેડકર દ્વારા મુંબઈના ‘‘શામજી નાનજી મારવાડી સ્‍મારક ટ્રસ્‍ટ” અને ‘‘અનુસૂચિત જાતિ સૌરભ મેગેઝીન રાજકોટ”ના સંયુક્‍ત ઉપક્રમે દામોદર હોલ, પરેલ મુંબઈ ખાતે યોજાયેલા શતાબ્‍દી મહોત્‍સવમાં મહારાષ્‍ટ્ર-ગુજરાતના રાજકીય અગ્રણીઓની ઉપસ્‍થિતિમાં સન્‍માન કરવામાં આવ્‍યું છે.
મુંબઈના દામોદર હોલ પરેલ ખાતે ‘શિક્ષિત બનો, સંગઠિત થાવ અને સંઘર્ષ કરો’ જેવા ત્રિસુત્ર શતાબ્‍દી મહોત્‍સવનું આયોજન મંગળવારે કરવામાં આવ્‍યું હતું. આજ થી 100 વર્ષો પહેલાં ભારત દેશના સંવિધાનના રચયીતા ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરે તા.20મી જુલાઈ 1923નાં રોજ ‘બહિષ્‍કળત હિતકારીણી સભા’ની સ્‍થાપના કરી તત્‍કાલિન સમયની સમાજની વિડંબણાઓથી મુક્‍તિ પામવા સૌપ્રથમ સમાજિક સંગઠનની સ્‍થાપના કરી તેના મુદ્રા લેખ તરીકે ‘ત્રિસુત્ર’ આપ્‍યું હતું. જે પ્રસંગને 100 વર્ષ પુરાં થતાં મુંબઈનાદામોદર હોલ ખાતે જ્‍યાં બાબાસાહેબ ‘ત્રિસુત્ર’ આપ્‍યું હતું ત્‍યાં જ શામજી નાનજી મારવાડી સ્‍મારક ટ્રસ્‍ટ અને સૌરભ મેગેઝીન રાજકોટના સંયુક્‍ત ઉપક્રમે શતાબ્‍દી મહોત્‍સવ યોજાયો હતો. આ સમારોહમાં સુરત જિલ્લાનાં બારડોલી તાલુકાના માણેકપોર ગામના વતની અને સમાજ રત્‍ન કેપ્‍ટન (ડો.) એ.ડી. માણેકનું આ ઐતહાસિક મહોત્‍સવના ઉદ્‌ઘાટક શ્રી ભીમરાવ યશવંત આંબેડકરના હસ્‍તે ‘‘સમાજ સૌરભ સન્‍માન પત્ર” અર્પણ કરી સન્‍માન કરાયું હતું.
આ શતાબ્‍દિ મહોત્‍સવમાં મહારાષ્‍ટ્ર રાજ્‍યના કેબિનેટ મંત્રી શ્રી મંગલ પ્રભાત લોઢા, ગુજરાતના સંસદ સભ્‍ય શ્રી કીરીટભાઈ સોલંકી સહિત મુંબઈ શહેરમાં વસવાટ કરતાં ગુજરાત રાજ્‍યના અનુસૂચિત જાતિના સદસ્‍યો અને 26 જેટલી અનુસૂચિત જાતીની સંસ્‍થાઓના પ્રતિનિધિ તથા મહારાષ્‍ટ્રના અગ્રણી ઉદ્યોગપતિઓ, સરકારી અધિકારીઓ, શૈક્ષણિક સંસ્‍થાઓના વડાઓ મળીને કુલ 300થી વધુ મહાનુભાવોએ મહોત્‍સવમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન જ કેપ્‍ટન (ડો.) એ.ડી. માણેકની આત્‍મકથા ‘ઉડાન એક મજદૂર બચ્‍ચે કી’ હિન્‍દી આવૃત્તિનું વિમોચન પણ મહોત્‍સવના ઉદ્‌ઘાટક હસ્‍તે કરાયું હતું.

Related posts

મહા પરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘ભારત રત્‍ન’ વિશ્વ વિભૂતિ ડો. બાબા સાહેબ આંબેડકરને અર્પિત કરેલી પુષ્‍પાંજલિ

vartmanpravah

જિલ્લા બાળ સુરક્ષા ઍકમ દીવ દ્વારા નશા મુક્ત ભારત અભિયાન હેઠળ વણાંકબારા શાળાના વિદ્યાર્થીઓને માદક દ્રવ્યોના દુરૂપયોગની રોકથામ ઉપર જાગૃતતા કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

દાનહ ભાજપ કાર્યાલયમાં સામાજિક ન્‍યાય પત્રિકાનું કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણે કરેલું વિમોચન

vartmanpravah

સંઘપ્રદેશમાં વધુમાં વધુ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડના દાયરામાં લાવવા દાનહ અને દમણના કલેક્‍ટરના અધ્‍યક્ષ સ્‍થાને લેવાયેલો નિર્ણય

vartmanpravah

નિરંકારી સેક્‍ટર-દમણમાં આયોજીત રક્‍તદાન શિબિરમાં 181 નિરંકારી ભક્‍તોએ ઉત્‍સાહપૂર્વક કર્યું રક્‍તદાન

vartmanpravah

પ્રધાનમંત્રી શ્રી મોદીએ જમ્મુ અને કાશ્મીરના નૌશેરા જિલ્લામાં ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકો સાથે દિવાળી ઉજવી

vartmanpravah

Leave a Comment