September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચલા ચોકી ફળીયામાં સાયકલ ચોર ઝડપાયા

રાત્રે સાયકલો ચોરીને એ દુકાનના ખાંચામાં સંતાડી હતી : સ્‍થાનિકોએ સવારે સાયકલ લેવા આવતા ઝડપ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: હાલમાં વરસાદની સિઝન પુરબહારમાં ચાલી રહી છે તેથી તસ્‍કરો માટે જાણે સિઝન ખુલી હોય તેમ ચોરીઓ કરવાની અવનવી તરકીબો શોધી ચોરી કરવા નિકળી પડે છે. કંઈક તેવી ઘટના વાપી ચલા ચોકી ફળીયામાં બની હતી. ગ્રામજનોએ સાયકલ ચોર ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા હતા.
ચલા ચોકી ફળીયા વિસ્‍તારમાંથી જુદી જુદી જગ્‍યાએથી સાયકલો ચોરી ચોરટાઓએ એક અવાવરૂ દુકાનની અંદર સંતાડી દીધી હતી. આજે સવારે ચોરો સાયકલ લેવા આવી પહોંચ્‍યા હતા ત્‍યારે સ્‍થાનિક લોકોની સતર્કતા અને સમયસુચકતા આધિન બે સાયકલ ચોરને રંગે હાથ પકડી લીધા હતા તેમજ એક ભાગી છુટવામાં સફળ રહ્યો હતો. લોકોએ પોલીસને ફોન કરતા પોલીસ ઘટના સ્‍થળે દોડી આવી હતી. મુદ્દામાલ તરીકે ચોરેલી સાયકલો અને ઝડપાયેલ બે આરોપીઓનો કબજો લઈનેકાયદેસરની કાર્યવાહી કરી હતી.

Related posts

મહા શિવરાત્રીના પર્વ નિમિત્તે યોજાયો શિવ સિન્‍ધુ મહોત્‍સવ

vartmanpravah

આજે દમણમાં ભવ્‍ય રામ શોભાયાત્રા નિકળશે

vartmanpravah

સંઘપ્રદેશમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ પખવાડાનો આરંભઃ સ્‍વચ્‍છતા રથનું કરાવેલું પ્રસ્‍થાન

vartmanpravah

પારડી બાર એસોસિએશન દ્વારા વકીલ મંડળોની રચના

vartmanpravah

જૂની પેન્‍શન યોજના સહિતનાં પડતર પ્રશ્નોનાં સંતોષકારક ઉકેલનાં આવેદનપત્ર સાથે રાજયભરનાં સરકારી કર્મચારીઓ ગાંધીનગર ઉમટયા

vartmanpravah

દમણના રાજા

vartmanpravah

Leave a Comment