September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સાંબેલાધાર વરસાદથી સેલવાસ જળબંબાકાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.19 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં મંગળવારની મધ્‍યરાત્રિથી શરૂ થયેલો ભારે વરસાદ આજે બુધવારે રાત્રિના 9 વાગ્‍યા બાદ પણ અવિરત ચાલુ જ રહ્યો હતો. જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન સેલવાસમાં ઇંચ વરસાદ વરસ્‍યો છે. ભારે વરસાદમાં પણ ખેડૂતોએ ડાંગરની રોપણી આરંભી દીધી છે. આ તરફ ભારે વરસાદના કારણે સેલવાસના કેટલાક રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્‍તારમાં પાણી ભરાવાના કારણે વાહનચાલકો તથા રોજીંદા કામ-ધંધાર્થે કંપનીઓમાં અવર-જવર કરનારા લોકોને ભારે મુશ્‍કેલીઓનો સામનો કરવા પડયો હતો. ધોધમાર વરસાદથી ચાલીઓમાં, રૂમોમાં રહેતા લોકોના ઘરોમાં તથા દુકાનોમાં પાણીનો ભરાવો થયો હતો.
ઉપરાંત સેલવાસથી સામરવરણી બ્રિજના સર્વિસ રોડ અને રીંગરોડ પર પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકોને પારાવારમુશ્‍કેલીઓનો સામનો કરવા પડયો હતો.
24 કલાક દરમિયાન સેલવાસમાં 97.0 એમએમ = ચાર ઇંચ વરસાદ વરસ્‍યો હતો. જ્‍યારે ખાનવેલમાં 38.6 એમએમ = દોઢ ઇંચ વરસાદ વરસ્‍યો હતો અને સિઝનનો કુલ વરસાદ સેલવાસમાં 1309 એમએમ= 51.56 ઇંચ અને ખાનવેલમાં 1047.6 એમએમ= 41.25 ઇંચ વરસી ચુક્‍યો છે. સંઘપ્રદેશ સહિત દક્ષિણ ગુજરાતના જીવાદોરી સમાન મધુબન ડેમની સપાટી 70.45 મીટર નોંધાઈ છે. ડેમમાં પાણીની આવક 6452 ક્‍યુસેક અને પાણીની જાવક 6924 ક્‍યુસેક નોંધાવા પામી છે. રાષ્‍ટ્રીય હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેથી લોકોને ખાસ જરૂર નહીં હોય તો ઘરની બહાર નહીં નિકળવા પ્રશાસન દ્વારા સૂચના આપવામાં આવી છે.

Related posts

દમણ જિલ્લામાં 51 હજાર સભ્‍ય નોંધવાનો ભાજપનો નિર્ધાર

vartmanpravah

વલસાડ જિલ્લામાંથી ભાજપ મેનીફેસ્‍ટો માટે 25 હજાર સુચનો મંગાવશે, સુચનો આધારે મેનીફેસ્‍ટો તૈયાર થશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના મુખ્‍ય અતિથિ પદે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે લક્ષદ્વીપના કવરત્તી ગાંધી સ્‍કવેર ખાતે રંગારંગ સમારોહ યોજાયો

vartmanpravah

દમણમાં ‘રાષ્‍ટ્રીય રમત-ગમત સપ્તાહ’ અંતર્ગત ટેબલ ટેનિસ અને લંગડીની સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપીના લવાછામાં રાત્રે એ.ટી.એમ.ની ઓથમાં લપાતો-છુપાતો શંકાસ્‍પદ યુવાન ઝડપાયો

vartmanpravah

પિપરિયા પર હુમલો …તો દાદરા નગર હવેલીની રાજકીય દશા પણ કાશ્‍મીર જેવી જ થઈ હોત

vartmanpravah

Leave a Comment