June 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પૈસાની લેતીદેતીમાં ઓરવાડ ખાતે મારામારી

પારડીના પ્રશાંતભાઈએ મિત્ર વિગ્નયને કાપડની
દુકાન ચાલુ કરવા 35000 ઉછીના આપ્‍યા હતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.20: પારડી પોલીસ લાઈનની પાછળ અંબાલાલની વાડી ખાતે રહેતા પ્રશાંતભાઈ ધીરુભાઈ હળપતિએ સરોધી ખાતે રહેતા વિગ્નય સંતોષભાઈ પટેલને કપડાની દુકાન શરૂ કરવા માટે થોડા સમય પહેલા 35,000 ઉછીના આપ્‍યા હતા.
આ અંગેની ઉઘરાણી કરવા પ્રશાંતભાઈ તારીખ 18-7-2023 ના રોજ સરોધી વિગ્નયભાઈના ઘરે પહોંચ્‍યા હતા પરંતુ વિગ્નય ઘરે ન હોય એમના મમ્‍મીએ કાલે ? આપી જઈશ હોવાનું જણાવતા પ્રશાંતભાઈ પરત ઘરે પારડી આવી ગયા હતા.
થોડા સમય બાદ ફરીથી રૂપિયા લઈ જવાનો ફોન આવતા પ્રશાંતભાઈ એમના ભાઈ સાવન મિત્ર બ્રિજેશ પટેલ જયસિંહ ભરવાડ અને અજય ભરવાડ સાથે રૂપિયા લેવા શરૂથી પહોંચતા વિગ્નયે મે અન્‍ય કોઈને પૈસાઆપ્‍યા હોય જે આવશે ત્‍યારે આપીશ હોવાનું જણાવતા પ્રશાંતભાઈ પારડી આવવા પરત ફર્યા હતા.
આ દરમ્‍યાન ઓરવાડ પરિયા રોડ મેડિકલ સ્‍ટોરની બાજુમાં ઊભેલા સુરેન્‍દ્રભાઈ રહે.બાલાખાડી, કંસારા કંપનીની બાજુમાં પારડી અને મેહુલભાઈ કિશનભાઈ ધો.પટેલનાઓએ ગાડીને ઊભી રખાવી સાહિનભાઈ કિકુભાઈ ધો.પટેલ રહે.પારડી કોલેજની બાજુમાં આવે છે. ગાડીમાંથી બહાર નીકળો હોવાનું કહેતા ગાડીમાંથી ભહાર નીકળતા ગુસ્‍સામાં આવેલા સાહિને જમણી આંખની બાજુમાં બ્‍લોક મારતા ચક્કર આવી ગયા હતા. આ દરમ્‍યાન વિગ્નય પણ આવી જતા તેને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી નીકળી ગયા હતા. પ્રશાંતભાઈને પ્રથમ પારડી સી.એચ.સી. ખાતે સારવાર બાદ બીજે દિવસે ફરીથી ચક્કર આવતા વધુ સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા ત્‍યાંથી તેમણે આ ચારેય વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવતા પારડી પોલીસે ઈ.પી.કો. કલમ 323, 325, 504, 506, (2), 114 નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

કમોસમી વરસાદથી નુકશાન વળતર આપવામાં વલસાડ જિલ્લો બાકાત રખાતા ખેડૂતોમાં રોષ

vartmanpravah

દિલ્હી IIT ખાતે ઉન્નતિ મહોત્સવમાં વલસાડની સરકારી ઇજનેરી કોલેજની ઈનોવેટિવ ટેકનોલોજીની પસંદગી

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ બેડમિન્‍ટન સિંગલ અને ડબલ્‍સ સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah

કોરોમંડલ ઈન્‍ટરનેશનલ કરાડીપાથ સંસ્‍થા સાથે મળી અંગ્રેજી ભાષા શિખવવાનો કાર્યક્રમ શરૂ કર્યો

vartmanpravah

યાત્રાથી પરત ફરેલા યાત્રિકોનું ભવ્‍ય સ્‍વાગત સુપર સિલ્‍વર મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્‍યું

vartmanpravah

દાનહઃ શ્રી વિનોબા ભાવે હોસ્‍પિટલને પ્રથમ રાષ્‍ટ્રીય કાયાકલ્‍પ પુરસ્‍કાર

vartmanpravah

Leave a Comment