September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મણીપુરના પિશાચીકાંડ વિરૂધ્‍ધ ધરમપુર સજ્જડ બંધ : રેલી યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપીબ્‍યુરો)
વાપી, તા.23: દેશના પૂર્વ પટ્ટીમાં આવેલ મણીપુર રાજ્‍યમાં પિસાચીકાંડ આચરાયો હતો. ત્રણ મહિલાઓને નિર્વષા કરીને સામુહિક બળાત્‍કારની બનેલી હિચકારી શરમજનક ઘટનાના પ્રત્‍યાઘાત દેશભરમાં પડયા છે. વલસાડ જિલ્લામાં ખેરગામ અને ધરમપુરમાં રેલી કાઢી સજ્જડ બંધ પળાયો હતો.
મણીપુરની હિચકારી ઘટનાના વિરોધમાં આજે રવિવારે આદિવાસી સમાજ દ્વારા બંધનું એલાન અપાયું હતું. ક્રાંતિકારી બિરસા મુંડા સર્કલથી બાબા સાહેબ સર્કલ સુધી મૌન રેલી કાઢીને મુક આક્રોશ ઠાલવવામાં આવ્‍યો હતો. રેલીમાં વેપારીઓ, ડોક્‍ટર, મહિલાઓ, વિદ્યાર્થીઓ અને રાજકીય આગેવાનો જોડાયા હતા. મણીપુર રાજ્‍યમાં ઘટેલી ઘટનાના ઘેરા પ્રત્‍યાઘાત ખેરગામમાં પણ પડયા હતા. ખેરગામમાં પણ આદિવાસી સમુદાય રેલી કાઢી હિચકારી ઘટનાને વખોડી દેવાઈ હતી.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના હકારાત્‍મક અને સંવેદનશીલ અભિગમથી પ્રભાવિત બનેલા દાનહ જિ.પં.ના સભ્‍યો

vartmanpravah

વાપીથી દમણગંગા નદીમાં છોડાતા પ્રદૂષણને બંધ કરવા દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલની લોકસભામાં રજૂઆત

vartmanpravah

તા.૧૬મીએ વલસાડ જિલ્લા વાનપ્રસ્‍થ નાગરિક પરિષદની વાર્ષિક સાધારણ સભા યોજાશે

vartmanpravah

સેલવાસઃ ટોકરખાડા શાળાના વિદ્યાર્થીઓ માટે ‘વેસ્‍ટમાંથી બેસ્‍ટ’ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

એસ.એમ.એસ.એમ. હાઈસ્‍કૂલ ગીતાબેન રાકેશકુમાર શાહ શૈક્ષણિક સંકુલમાં એસ.કે. ભવન ઉદ્દઘાટન સમારોહ યોજાયો

vartmanpravah

દમણઃ ખારીવાડ ખાતે આકાર મોટર્સની બાજુમાં આવેલ કરિયાણાની દુકાનનું શટર તોડી રૂા.3.35 લાખની ચોરી

vartmanpravah

Leave a Comment