July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી અરનાલા પાટી કોલકનો કોઝવે ત્રણ દિવસથી પાણીમાં ગરકાવ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કોલક નદી બે કાંઠે 3 દિવસથી વહી રહી છે. કોલક નદી બે કાંઠે વહેતા અને અરનાલા અને પાટી ગામના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પારડી તાલુકામાં અરનાલા અને પાટી ગામની વચ્‍ચેથી વહેતી કોલક નદીના કોઝવે ઉપર પાણીનો ધસમસતો પ્રવાહ હોય છે.
ઉલ્લેખનિય છે કે, દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણીને કારણે ગ્રામજનોએ હાલાકી ભોગવવી પડે છે. અરનાલા અને પાટી ગામ સંપર્ક વિહોણા થઈ જતા હોવાની ઘટના પણ ઘટી છે. પરંતુ તંત્રને ગ્રામજનોની હાલાકી દેખાતી નથી.
વલસાડ જિલ્લાના વાંકલથી ફલાધર, ચિંચાઈ, નેવરી, ધગડમાળ, ધોધડકુવા, સુખાલા થઈ વાપીને જોડતો મુખ્‍ય માર્ગ હોય પ્રતિરોજ હજારો લોકોની અવરજવર થતી હોય છે.
આ માર્ગ વલસાડ જિલ્લાના ચાર તાલુકાના લોકોને ઉપયોગી વલસાડ, ધરમપુર, પારડી, સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી સેલવાસ વાપી જવામાટે શોર્ટકટ હોવાથી કામદારોના વાહન ચાલકો પણ અહીંથી પસાર થાય છે.
કોલક નદી પર પારડી અને કપરાડા તાલુકાના અનેક કોઝવે ગરક પારડી અરનાલા પાટી કોલકનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. બપોરે 3 કલાકથી કોઝવે પાણીમાં ગરકાવ થતાં વાહનવ્‍યવહાર અટકી ગયો છે. પાણી વધતા અને કોઝવે બંધ થતાં અનેક ગામને અસર થઈ છે. રસ્‍તા બંધ થયા છે.
સ્‍થાનિક ગ્રામજનો અને વાહન ચાલકોમાં વર્ષો પહેલાથી પુલની માંગ ઉઠી છે. આર એન્‍ડ બી અધિકારીઓને પોતાની જવાબદારી સુપેરે નિભાવવા ગંભીરતાપૂર્વક તાકીદે રસ્‍તા, કોઝવે અને ગરનાળા પાસે પાણીની સપાટી દર્શાવતા ચેતવણી દર્શક બોર્ડ અને પોલીસ દ્વારા પણ ધ્‍યાન રાખવામાં આવી રહ્યા છે.

Related posts

વાપીથી સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટિમાં સપ્તાહમાં વધુ બે બસ દોડશે

vartmanpravah

પારડી તાલુકાના ૪૦ ગામો માટે રૂ.૧૧૨.૪૮ કરોડની પારડી પાણી જુથ પુરવઠા યોજના પૂર્ણતાને આરે

vartmanpravah

શ્રી મહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘની ટુકવાડામાં મિટીંગ યોજાઈ : કારોબારીની રચના જાહેર કરાઈ

vartmanpravah

આટિયાવાડ ગ્રામ પંચાયતની સાથે ડીઆઈએ પ્રમુખ પવન અગ્રવાલે આટિયાવાડના ઔદ્યોગિક વિસ્‍તારમાં સ્‍વચ્‍છતા અભિયાનની કરેલી શરૂઆત

vartmanpravah

પહેલા જ વરસાદે વાપી ચણોદ કોલોનીને મળેલી ભેટ : આંતરિક રસ્‍તાઓ બેહાલ બન્‍યા

vartmanpravah

ચંન્‍દ્રપુર પાર નદીમાં પુલ ઉપરથી નદીમાં ઝંપલાવતા યુવાનને બચાવી લેવાયો

vartmanpravah

Leave a Comment