સ્વામી નારાયણ સંસ્થાના સંત ચિન્મય સ્વામીના મુખ્ય અતિથિ પદે યોજાનારા સમારંભમાં અતિથિ વિશેષ તરીકે પ્રસિદ્ધ ભાગવતાચાર્ય મેહુલભાઈ જાની અને દમણના બી.ડી.ઓ. મિહિર જોષીની રહેનારી ઉપસ્થિતિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.11 : દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા આવતી કાલે શ્રી સત્ય નારાયણ ભગવાનની મહાપૂજા અને છેલ્લા પાંચ વર્ષથી સતત 100 ટકા પરિણામ લાવનારી દમણવાડા હાયર સેકન્ડરી સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષકોના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામી નારાયણ સંસ્થાના સંત શ્રી ચિન્મય સ્વામી અને અતિથિ વિશેષ તરીકે આંતરરાષ્ટ્રીય કથાકાર અને ભાગવતાચાર્ય શ્રી મેહુલભાઈ જાની બાપુ તથા દમણના બી.ડી.ઓ. શ્રી મિહિરભાઈ જોષી ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના નવનિયુક્ત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી મહેશભાઈ આગરિયાની પણ ગરિમામયી ઉપસ્થિતિ રહેવાની હોવાનું જાણવા મળે છે.
અત્રે યાદ રહે કે, દમણવાડા ગ્રામ પંચાયતે છેલ્લા પાંચ વર્ષમાં પોતાની પંચાયત વિસ્તારમાં શિક્ષણ દ્વારાસમાજ ઘડતર અને સંસ્કારના સિંચન માટે અનેક કામ કર્યા છે.