October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દમણ ખાતે યોજાયેલ વિશ્વ હિન્‍દુ પરિષદના વલસાડ જિલ્લાની બેઠકમાં વર્ષભર થનારા કાર્યક્રમોની કરાયેલી ચર્ચા-વિચારણાં

દમણ પ્રખંડના વર્તમાન અધ્‍યક્ષ સમિપભાઈ સુરવેની વલસાડ જિલ્લાના સહમંત્રી પદે કરાયેલી નિમણૂક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23 : આજે દમણમાં યોજાયેલ વિશ્વ હિન્‍દુ પરિષદની વલસાડ જિલ્લાની બેઠકમાં વર્ષ દરમિયાન થનારા કાર્યોની ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી. વિશ્વ હિન્‍દુ પરિષદના દક્ષિણ ગુજરાત પ્રાંતના વલસાડ જિલ્લામાં 11 પ્રખંડોની સમિતિઓનો સમાવેશ છે.
આજની બેઠકમાં વિશ્વ હિન્‍દુ પરિષદના મુખ્‍ય કાર્યક્રમો અખંડ ભારત સંકલ્‍પ દિવસ, કૃષ્‍ણ જન્‍માષ્‍ટમી સ્‍થાપના દિવસ તથા સેવા સપ્તાહ જેવા કાર્યક્રમો ઉપર માર્ગદર્શક ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી. સંગઠન આ વર્ષે ષષ્‍ઠીપૂર્તિ 60મા વર્ષમાં પદાર્પણ કરવા જઈ રહ્યું છે. તેથી ષષ્‍ઠીપૂર્તિની વિશેષ ઉજવણીની બાબતમાં પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકની કાર્યવાહી ક્ષેત્રિય ધર્મચાર્ય પ્રમુખ શ્રી ધીરૂભાઈ કપુરીયાએ કરી હતી. આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત પ્રાંતના કોષાધ્‍યક્ષ શ્રી દિનેશભાઈ નહાર, બજરંગ દળના સહ સંયોજક શ્રી મયુરભાઈ કદમ, વલસાડ જિલ્લાના મંત્રી શ્રી અમિતભાઈ પટેલ, અધ્‍યક્ષ શ્રી પિયુષભાઈ શાહની સાથે અન્‍યઅધિકારીઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં વલસાડ જિલ્લા સમિતિમાં થનારી ફેરબદલીની પણ ઘોષણા કરવામાં આવી હતી. દમણ પ્રખંડના વર્તમાન અધ્‍યક્ષ શ્રી સમિપભાઈ સુરવેને વલસાડ જિલ્લાના સહમંત્રીના પદ ઉપર પસંદગી કરવામાં આવી હતી. દરેક કાર્યકર્તાઓએ અગામી યોજનાઓને સફળ બનાવવા માટે પ્રણ લીધો હતો અને પોતાનું સમર્પણ વ્‍યક્‍ત કર્યું હતું.

Related posts

સમગ્ર શિક્ષા વિભાગ દીવ દ્વારા ધો. 3 થીપના શિક્ષકો માટે ત્રિ-દિવસીય beyond basic તાલીમનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લામાં વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી

vartmanpravah

ઈચ્‍છાપૂર્તિ કરનારા મંત્રો છે પણ ઈચ્‍છા પૂર્તિ ને ઈચ્‍છા મુક્‍તિ તો મહામંત્ર નવકાર કરે : યશોવર્મસૂરિજી

vartmanpravah

વાપી, સેલવાસ, દમણ માહેશ્વરી સેવા સમિતિ દ્વારા રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

નહમાં ભાજપના ઉમેદવાર મહેશ ગાવિતના પ્રચાર માટે અનુ.જાતિ મોર્ચાની ટીમની સાથે ભાજપ નેતા હરિશ પટેલે અનુ.જાતિના ગામોમાં કરેલો પ્રચાર

vartmanpravah

પારડી ડીસીઓ સ્‍કૂલ નજીક લાયસન્‍સ વિના તેમજ ટ્રીપલ સવારી કરતાં વિદ્યાર્થીઓ પર લાલ આંખ કરતી પોલીસ

vartmanpravah

Leave a Comment