Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ સિવિલ હોસ્‍પિટલના સુરક્ષા કર્મચારીઓએ પગાર મુદ્દે હડતાલ પાડી

અનિયમિત પગાર મળતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા : બે દિવસમાં પગાર નહી થાય તો અચોક્કસ મુદતની હડતાલની ચિમકી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: વલસાડ સિવિલ હોસ્‍પિટલમાં ખાનગી સિક્‍યોરિટી દ્વારા સિક્‍યોરિટીનું કામકાજ ચલાવાઈ રહ્યું છે પરંતુ ખાનગી એજન્‍સી સમયસર પગાર નહી આપતા સુરક્ષા કર્મચારીઓએ આજે હડતાલ પાડી હતી.
વલસાડ સિવિલ હોસ્‍પિટલની સિક્‍યોરિટી સુરતની એમ.કે. સિક્‍યોરિટી નામની એજન્‍સી ચલાવી રહી છે. એજન્‍સી તરફથી સિક્‍યોરિટી કર્મચારીઓનું બે-બે મહિના સુધી પસાર માટે લટકાવાઈ રહ્યા છે તેથી સિક્‍યોરિટીકર્મચારી આર્થિક પારાવાર મુશ્‍કેલીઓ વેઠી રહ્યા હોવાથી અંતે આજે 55 જેટલા સિક્‍યોરિટી કર્મચારી અચાનક હડતાલ પર ઉતરી ગયા હતા તેમજ જો બે દિવસમાં પગાર નહી ચુકવાય તો અચોક્કસ મુદતની હડતાલ પાડીશું તેવું કર્મચારીઓએ જણાવ્‍યું છે. બીજી તરફ કર્મચારીઓ દ્વારા હડતાલનું રણશીંગુ ફુંકતાની સાથે જ એજન્‍સીએ બે દિવસમાં પગાર ચૂકવી દેવાનું જાહેર કર્યું હોવાનું જાણવા મળ્‍યું છે.

Related posts

વાપી-વલસાડ રેલવે લાઈન વચ્ચે બે અકસ્માત સર્જાયા: સરોધી નજીક અજાણ્‍યાએ આપઘાત કર્યો : વલસાડ સ્‍ટેશને યુવાન પટકાયો

vartmanpravah

દમણવાડા ગૃપ ગ્રામ પંચાયતમાં આયોજીત ગણેશ મહોત્‍સવ

vartmanpravah

દાનહના પીપરિયાની સનપેટ ઈન્‍ડિયા પ્રા.લિ.ના 300 જેટલા કામદારોએ લઘુત્તમ વેતન નહીં મળતાં પાડેલી હડતાળ

vartmanpravah

ધરમપુરમાં ‘યુવા શક્‍તિ સંગઠન ભવાડા’ દ્વારા યોજાયેલ પ્રથમ રક્‍તદાન શિબિર યોજાઈમાં 35 યુનિટ રક્‍ત એકત્ર કરાયું

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની સોનેરી સિધ્‍ધિ

vartmanpravah

વાપીમાં નવો રેલવે બ્રિજ બનવાનો હોવાથી એસ.ટી. ડેપોને બલીઠા હાઈવે ઉપર હંગામી બસ સ્‍ટેન્‍ડ તરીકે સંચાલન કરાશે

vartmanpravah

Leave a Comment