January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાદરા શ્રીમતી એમ.જી.લુણાવત સ્‍કૂલમાં કુપોષણ નિવારણ અંગે સેમીનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ, તા.24: દાદરા નગર હવેલીના દાદરા ગામે એમ.જી.લુણાવત ઈંગ્‍લીશ સ્‍કૂલમાં કુપોષણ નિવારણ અને આરોગ્‍ય શિક્ષણ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ઇન્‍ડિયન કાઉન્‍સિલ ફોર ચાઈલ્‍ડ વેલફેર અને ગોરવર અને બેલ ઇન્‍ડિયા લિમિટેડ દાદરાના સહયોગથી આયોજીત સેમીનાર કાર્યક્રમની શરૂઆત શાળાના બાળકો દ્વારા સ્‍વાગત ગીત અને પ્રાર્થના પ્રસ્‍તુતીથી કરી હતી.
આ પ્રસંગે ઇન્‍ડિયન કાઉન્‍સિલના સેક્રેટરી શ્રી એમ.વી.પરમારે કુપોષણ દૂર કરવા માટે જરૂરી પોષક તત્ત્વોની વિસ્‍તારથી માહિતી વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને આપી હતી, તેમણે કુપોષણના નિવારણ માટે સંતુલિત ભોજન કરવાની સલાહ આપી હતી.
આ પ્રસંગે સિનિયર વાઇસ પ્રેસિડેન્‍ટ શ્રી આર.કે.સિંહ દ્વારા પોષણ યુક્‍ત ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું અને બાળકોને સાફ સુથરું ભોજન લેવાની સલાહ આપી હતી. જ્‍યારે શાળાના આચાર્ય શ્રીમતી કલ્‍પનાબેન ભટ્ટે પણ પોષક તત્ત્વો વિશે જાણકારી આપી હતી અને પૌષ્‍ટિક ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવેલ અને સશક્‍ત બાળક અને સશક્‍ત દેશના સૂત્રને શ્રી એમ.વી.પરમારે અને શ્રી આર.કે.સિંગ દ્વારા સાર્થક કર્યું. હેલ્‍દી ફૂડ અને હેલ્‍દી લાઈફની હરીફાઈમાં ભાગ લેનાર વિજેતા બાળકોને પુરસ્‍કાર આપવામાં આવ્‍યા હતા.
આ કાર્યક્રમમાં ગ્રોવર વેલઇન્‍ડિયા લીમીટેડના સિનિયર પ્રોજેક્‍ટ મેનેજર સંજયસિંહ અને એચ.આર.શ્રેયા દેસાઈ, શ્રી હિમાંશુ ભટ્ટ, શાળાના એડમિનિસ્‍ટ્રેટર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્‍યો હતો.

Related posts

પ્રદેશ ભાજપ સચિવ અને જિ.પં. સભ્‍ય ફાલ્‍ગુનીબેન પટેલે દાભેલ અને ભીમપોરની સ્‍વયં સહાયતા જૂથની બહેનો માટે મહેંદી સ્‍પર્ધાનું કરેલું આયોજન

vartmanpravah

વલસાડમાં પ્રાચી ટાવરમાં ઈસમ વોચમેન સુતો રહ્યો અને બે કારની ટેપ સિસ્‍ટમ ચોરી કરી ફરાર

vartmanpravah

આજે દમણના દિલીપનગર ખાતે ‘પ્‍લાસ્‍ટેક એક્‍સ્‍પો’નું સમાપનઃ સેલવાસ વાપી સહિત દિલ્‍હી-ચેન્નઈ સુધીના પ્‍લાસ્‍ટિક ઉદ્યોગોએ બતાવેલો રસ: દમણના કલેક્‍ટર સૌરભ મિશ્રાએ કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

ચીખલીમાં બે આખલા બાખડતા નાસભાગ મચી

vartmanpravah

પુર બાદ પાણીનો નિકાલ ન થતા વલસાડના મોગરાવાડી ગરનાળાની સફાઈ હાથ ધરાઈ

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા દાદરા ગામે હત્‍યાના આરોપીની ધરપકડ કરાઈ

vartmanpravah

Leave a Comment