Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં વૃંદાવન એપાર્ટમેન્‍ટનો સ્‍લેબ ધરાશયી થયા બાદ પાલિકા એકશનમાં: બાકી રહેલા ભાગનું કરાયેલું ડિમોલીશન

શહેરમાં જુના જર્જરિત એપાર્ટમેન્‍ટ મકાનો ઉપર પણ
પાલિકાની તવાઈ આવવાનો અણસાર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: વલસાડમાં રવિવારે રાતે તિથલ રોડ ઉપર આવેલ જર્જરીત વૃંદાવન એપાર્ટમેન્‍ટનો સ્‍લેબ તૂટી પડતા દોડધામ મચી હતી. એપાર્ટમેન્‍ટ નીચે કાર્યરત દુકાનો ચલાવતા બે વેપારી ઉપર કાટમાળ પડયો હતો પરંતુ લોકોએ હેમખેમ ઉગારી લીધા હતા. એપાર્ટમેન્‍ટ સ્‍લેબ તૂટી પડયા બાદ નગરપાલિકા એકશનમાં આવી હતી. આજે જર્જરીત વૃંદાવન એપાર્ટમેન્‍ટને સંપૂર્ણપણે ડિમોલિશન કરાયું હતું.
તિથલ રોડ ઉપર આવેલ વંૃદાવન એપાર્ટમેન્‍ટને ડિમોલિશન કરવા માટે પાલિકાની ટીમ સાધન સરંજામ સાથે પહોંચી ગઈ હતી. ગઈકાલથી જ વેપારીઓને સામાન હટાવી લેવા તેમજ દુકાનો ખાલી કરવાની ચેતવણી પાલિકાએ આપી દીધી હતી તે મુજબ વેપારીઓએ દુકાનો ખાલી કરી દીધી હતી તેથી પાલિકાએ આજે એક ઝટકેએપાર્ટમેન્‍ટને ધ્‍વંશ કરી દીધો હતો. આગામી સમયે શહેરના જુના જર્જરીત એપાર્ટમેન્‍ટ અને મકાનો ઉપર પાલિકાની તવાઈ આવશે એવો અણસાર મળી રહ્યો છે.

Related posts

પ્રેમનો કરૂણ અંજામ:  પારડીના નેવરી ગામે પ્રેમિકાએ ફાંસો ખાતા પ્રેમીએ પણ ડહેલી ખાતે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

દાનહ કોંગ્રેસની સદસ્‍યતા અભિયાનની સમીક્ષા કરવા સેલવાસ પહોંચેલા સુપરવાઈઝર ડો. વિજયાલક્ષ્મી સાધો, અશોક બસોયા અને સહ-નિરીક્ષક પ્રતાપ પુનિયા

vartmanpravah

પારડી ઓવરબ્રિજ પાસે વરના ગાડીનું શીર્ષાસન: ચાલાક અને ગાડીમાં સવાર અન્‍યનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

સેલવાસ રેલવે બુકીંગ સેન્‍ટર પર વિજીલન્‍સ ટીમે રેડ પાડી એક કર્મચારીને ઝડપી પાડયો

vartmanpravah

સેલવાસ દત્ત મંદિરમાં શ્રી દત્ત ભગવાનના અવતારની પાંચ મૂર્તિઓની કરાયેલી પ્રાણ પ્રતિષ્ઠા

vartmanpravah

દમણ અને દીવનું હિત જ મારી પ્રથમ પ્રાથમિકતાઃ વિજેતા અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment