October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નોટિફાઈડ બોર્ડની મિટિંગ યોજાઈઃ ટ્રાફિક નિયંત્રિત કરવા માટે પે એન્‍ડ પાર્ક કાર્યરત કરાશે

વાઈબ્રન્‍ટ ઈન્‍ડસ્‍ટ્રીયલ પાર્ક માટે પાણી દર વધારો ખેચવાની રજૂઆત થઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: વાપી નોટિફાઈડ ઓથોરિટી બોર્ડની મિટિંગ સોમવારે સાંજના નોટિફાઈડ ઓફિસમાં યોજાઈ હતી. જેમાં કેટલાક નિતિવિષયક નિર્ણયો લેવામાં આવ્‍યા હતા.
વાપી જી.આઈ.ડી.સી. વિસ્‍તારમાં મ્‍યુનિસિપલ નાગરિકી સેવાઓ પુરી પાડવાની જવાબદારી નોટિફાઈડ બોર્ડની છે. તેથી બોર્ડની અવાર નવાર મિટિંગ યોજાતી રહે છે. સોમવારે નોટિફાઈડ બોર્ડની મિટિંગ ચેરમેન સતિષભાઈ પટેલની અધ્‍યક્ષતામાં યોજાઈ હતી. જેમાં વાપીમાં વધી રહેલ ટ્રાફિકની સમસ્‍યાનો મુદ્દો ચર્ચામાં ઉઠયો હતો તેથી બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્‍યું હતું કે વાપીમાં પે એન્‍ડ પાર્કિંગની સુવિધા કાર્યરત કરવી વિવિધ હાઈવેના પુલ હેઠળ પણ પાર્કિંગ બનાવવા તેથી પે એન્‍ડ પાર્કિંગ અંગેની ટેન્‍ડર ઓગસ્‍ટ મહિનામાં બહાર પાડવાનું ઠરાવાયું છે. મિટિંગમાં વાઈબ્રન્‍ટ પાર્કમાં પાણી રેડ વધારે છે તે વધારો પરત ખેંચવો કે જુનો રેટ યથાવત રાખવી પણ ચર્ચા કરાઈ હતી. આગામી સમય એનોટિફાઈડ ચેરમેન બદલાશે તેવી ચર્ચાઓ ઓફ ધ રેકર્ડ ઉઠવા પામી હતી. નવા ચેરમેન તરીકે હેમંત પટેલનું સંભવિત નામ ચર્ચામાં છે. મિટિંગ બોર્ડના મેમ્‍બર અને જી.આઈ.ડી.સી.ના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપીની આયુષ હોસ્‍પિટલમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

બાળલગ્ન વિરૂધ્ધ જાગૃતિ કેળવવા ધરમપુરના ખોબામાં રાત્રિ સમયે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી દૈવજ્ઞ સમાજ દ્વારા દેહ શુદ્ધિ અને સમૂહન જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી મહારાષ્‍ટ્ર મિત્રમંડળ ગણેશ મહોત્‍સવમાં યોજેલ રંગોળી સ્‍પર્ધામાં હરિયા સ્‍કૂલની વિદ્યાર્થીની વિજેતા

vartmanpravah

દીવમાં વારંવાર આગ લાગવાના બનાવો બને છે આજે ફરી આગ લાગી

vartmanpravah

ચીખલી પોલીસે ગણેશ મંડળના આયોજકો સાથે બેઠક યોજી

vartmanpravah

Leave a Comment