Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી વિસ્‍તારમાં તાવ અને આંખના કેસોમાં થયેલો વધારો

છેલ્લા 10 દિવસમાં તાવના 157 અને આંખ આવવાના 137 જેટલા દર્દીઓને સારવાર અપાઈ : સોમવારે તાવના 30 અને મંગળવારે આંખના 48 જેટલા દર્દીઓ નોંધાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.25: ચીખલી તાલુકામાં વરસાદી માહોલ વચ્‍ચે શરદી, ખાંસી અને તાવ સહિતના રોગોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. સાથે આંખ આવવાનાં કેસોમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. તાલુકાની સબ ડિસ્‍ટ્રિકટ હોસ્‍પિટલમાં 15-જુલાઈથી 25-જુલાઈ સુધીના છેલ્લા 10-દિવસમાં કુલ-133 જેટલા દર્દીઓ નોંધાવા પામ્‍યા છે. જેમાં સૌથી વધારે 48-જેટલા દર્દીઓ મંગળવારના રોજ એક જ દિવસમાં આવ્‍યા હતા.
આ ઉપરાંત તાવના દર્દીઓની સંખ્‍યા પણ વધી રહી છે. આ છેલ્લા 10 દિવસમાં તાવના 157 જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી છે. જો કે સોમવારના રોજ તાવના એક સાથે 30-જેટલા દર્દીઓ નોંધાયા હતા. આ ઉપરાંત ખાસીની ફરિયાદ 25 જેટલા દર્દીઓમાં આવી છે.
તાલુકાની સબ ડિસ્‍ટ્રિક હોસ્‍પિટલમાં આંખ આવવાના, તાવ, શરદી, ખાંસી સહિતના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત તાલુકાભરના પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો પણ ઓપીડી વધી રહી છે. બીજી તરફ ખાનગી દવાખાનામાં પણઆવી સ્‍થિતિ જોવા મળી રહી છે. ત્‍યારે વરસાદ સાથે બિમારીઓનું પ્રમાણ વધી રહ્યું હોય તેમ લાગે છે.

Related posts

હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં ટ્રક ચાલકોએ હડતાળનું શસ્ત્ર ઉગામી ચીખલી-વાંસદા રાજ્ય ધોરીમાર્ગ ચક્કાજામ કરવાનો પ્રયાસ કરતા પોલીસ કાફલો ખડકી દેવાયો

vartmanpravah

હસ્‍તકલાને પ્રોત્‍સાહન આપવા દમણ નીફટમાં સેમિનાર યોજાયો

vartmanpravah

ગુજરાત સ્‍ટેટ રોડ સેફટી એવોર્ડ-2022માં સમગ્ર રાજ્‍યમાં પ્રથમ સ્‍થાને સરકારી પોલિટેકનિક વલસાડ

vartmanpravah

ગુંદલાવ મેળામાં આવેલ વલસાડ પરિવારની કાર ઉપર અસામાજીકોએ પથ્‍થરમારો કર્યો

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ દમણના પ્રમુખ તરીકે અપૂર્વ પાઠકની વરણી

vartmanpravah

બેખોફ ગૌતસ્‍કરો ફરી ત્રાટક્‍યા : વાપી ગુંજન રેમન્‍ડ સર્કલ પાસે મળસ્‍કે કારમાં ગૌમાતાને ઊંચકી ભરતા નજરાયા

vartmanpravah

Leave a Comment