September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં મહિલા તબીબને ત્‍યાં નકલી સીબીઆઈ ઓફિસર સ્‍વાંગમાં આવેલ ઈસમના જામીન મંજૂર વાપીમાં ક્‍લિનિક ચલાવતા ડો.હંસાબેન ભદ્રાને

ત્‍યાં નકલી સીબીઆઈ બની સ્‍મિથ અભિરામ રોઠીએ
ઈન્‍કમ ટેક્ષની ફાઈલ માંગેલી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: વાપી ટાઉન સુથારવાડામાં ક્‍લિનિક ચલાવતા મહિલા તબીબને ત્‍યાં એક ઈસમે નકલી સીબીઆઈ ઓફિસર બનીને ઈન્‍કમ ટેક્ષની ફાઈલ માંગેલી. પરંતુ તબીબને શક પડતા નકલી સીબીઆઈ વિરૂધ્‍ધ પોલીસમાં ફરિયાદ નોંધાવેલી. આરોપીને વાપી કોર્ટે જામીન મુક્‍ત કર્યા નો ચુકાદો આપેલ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.08 જુલાઈના રોજ વાપી સુથારવાડામાં ક્‍લિનિક ચલાવતા ડો.હંસાબેન ભીખાલાલ ભદ્રાના ત્‍યાં મૂળ ઓરિસ્‍સાના ખોરધા જિલ્લાનો વતની સ્‍મિથ અભિરામ શેઠી નકલી સી.બી.આઈ. ઓફિસરનો સ્‍વાંગ રચીને ચેકીંગ માટે પહોંચ્‍યો હતો. મહિલા તબીબ પાસે ઈન્‍કમ ટેક્ષની ફાઈલ માંગી હતી. જે ઘરે ગુંજન ગાર્ડન પાસે પડી હોવાનું તબીબે જણાવેલ ત્‍યારે નકલી અધિકારીએ ઘરે જવાની માંગણી કરી હતી.ઘરે જતા તબીબના પરિચયની કાર સામી મળી હતી. તેમણે જણાવેલ કે આ વ્‍યક્‍તિ નકલી ઓફિસર છે તેથી મહિલા તબીબે તેની વિરૂધ્‍ધ વાપી ટાઉનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી કસ્‍ટડીમાં મોકલી આપેલ. આરોપી સ્‍મીથના વકીલ મારફતે વાપી કોર્ટમાં જામીન અરજી કરી હતી. વકીલ યોગેશ રાવલની દલીલો ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે આરોપી સ્‍મિથના જામીન મંજૂર કર્યા હતા.

Related posts

સમસ્‍ત હિન્‍દુ સંગઠન (અખંડ ભારત) દ્વારા લવાછાના શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે 1 લાખ 11 હજાર 111 દીવડાંઓ પ્રગટાવી દેવ દિવાળીની કરાયેલી ઉજવણી

vartmanpravah

સેલવાસમાં વિવિધ સોસાયટીઓમાં મહિલાઓ દ્વારા શ્રદ્ધા સાથે કડવા ચોથની કરાયેલી ઉજવણી

vartmanpravah

ગૃહમંત્રી અમિત શાહના અધ્‍યક્ષસ્‍થાને ગાંધીનગરમાં 28મી ઓગસ્‍ટે વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠક યોજાશે

vartmanpravah

‘‘રામ દ્વાર શ્રી પીઠ” માં હનુમાન જયંતિની ઉજવણી

vartmanpravah

ચીખલીના કુકેરીમાં દૂધ ઉત્‍પાદક અને સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભામાં યોજાઈ

vartmanpravah

દમણની સાર્વજનિક વિદ્યાલયમાં ભવ્‍ય આનંદ મેળો યોજાયો

vartmanpravah

Leave a Comment