Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવમાં કારગિલ દિવસની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ દ્વારા સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા કારગિલ યુદ્ધ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કારગિલ યુદ્ધ ભારતીય સેનાની અદમ્‍ય હિંમત, શોર્ય, ખુમારી અને બહાદુરીનું એવું ઉદાહરણ છે કે જેના પર દરેક ભારતીયને ગર્વ છે. તો આ દિવસની ઉજવણીને લઈ શાળાના નાના ભૂલકાંઓ સરસ સૈનિકોની વેશભૂષામાં સુસજજ થઈ આવ્‍યા હતા. બાળકોએ ભારત દેશ જે હંમેશા શાંતિ સલામતી અને સદભાવનામાં માને છે જેણે ઈતિહાસમાં આ પરંપરાનું કયારેય ઉલ્લંઘન નથી કર્યું. પરંતુ જ્‍યારે દેશની આન બાન શાન પર તરાપ મારવામાં આવી ત્‍યારે દુશ્‍મનોને બક્ષ્યા પણ નથી આ મિશાલને યાદ કરાવી હતી. આ સાથે જ બાળકો દ્વારા સરસ મજાના પોસ્‍ટરો બનાવી શહીદોને શ્રદ્ધાંજલિ આપી વીર જવાનોની હિંમતને યાદ કરવામાં આવી હતી.

Related posts

આઇ.સી.ડી.એસ અને આરોગ્‍ય વિભાગના સંયુકત ઉપક્રમે સુશાસન દિવસની ઉજવણી કરાઇ

vartmanpravah

કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી દ્વારા 10454 એકમોની તપાસ, 561 એકમો સામે કાર્યવાહી

vartmanpravah

વલસાડમાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અને મહિલા સ્વરોજગાર મેળો યોજાયો

vartmanpravah

‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત પ્રાથમિક મરાઠી શાળા દાદરીપાડામાં ‘માં બેટી મેળા’નું કરાયેલું આયોજન

vartmanpravah

રાજ્યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ઉમરસાડી ખાતે રૂ. ૯.૫૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ૧૨૬ મીટર લાંબા પેડેસ્ટલ બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું

vartmanpravah

ધરમપુરના દુલસાડ ગામે વરસાદથી મકાન તુટી પડયું: કાટમાળમાં દબાઈ જતા 75 વર્ષિય વૃદ્ધાનું મોત

vartmanpravah

Leave a Comment