Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસમાં પાંચ ઇંચ અને ખાનવેલમાં દસ ઇંચથી વધુ વરસાદ

  • મધુબન ડેમમાંથી તબક્કાવાર 2.50 લાખ ક્‍યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું

  • ખેતરોમાં પાણી ભરાવાને કારણે ડાંગર સહિતના પાકને પણ ભારે નુકસાનઃ ભગતપાડામાં એનડીઆરએફ અને કોસ્‍ટગાર્ડની ટીમ દ્વારા 22થી વધુ વ્‍યક્‍તિઓનું રેસ્‍ક્‍યુ કરી સેલ્‍ટર હોમમાં મોકલાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28 : દાદરા નગર હવેલીના સેલવાસમાં ગુરૂવારની રાત્રિના 8 વાગ્‍યાથી શુક્રવારના રાત્રિના આઠ વાગ્‍યા દરમિયાન પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો હતો. જ્‍યારે ખાનવેલમાં ધોધમાર વરસાદ થતાં દસ ઇંચથી વધુવરસાદ નોંધાયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધતા અઢી લાખ ક્‍યુસેક પાણી તબક્કાવાર છોડવામાં આવ્‍યું હતું. ડેમમાંથી પાણી છોડવાને કારણે સેલવાસ નરોલી રોડ બ્રિજને રાત્રિ બાર વાગ્‍યાથી સવારે સાત વાગ્‍યા સુધી વાહનોની અવર-જવર માટે બંધ કરવામાં આવ્‍યો હતો. નદીમાં પાણીનો પ્રવાહ વધવાને કારણે નદી કિનારેના નીચાણવાળા વિસ્‍તારમાં પાણી ભરાયા હતા.
ખાનવેલ વિસ્‍તારમાં ધોધમાર વરસાદ થતાં સાંકરતોડ નદીમાં ભારે પૂર આવવાને કારણે તલાવલી પુલ અને ખાનવેલથી ચૌડા પુલને બંધ કરવામાં આવ્‍યો હતો. મૂશળધાર વરસાદના કારણે ભગતપાડા, પારસપાડા સહિત નદી કિનારાના ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે તારાજી સર્જાઈ હતી. ખેતરોમાં પણ પાણી ભરાઈ જવાને કારણે ડાંગર સહિતના પાકને પણ ભારે નુકસાન થયું છે. ભગતપાડામાં એનડીઆરએફની ટીમ અને કોસ્‍ટગાર્ડની ટીમ દ્વારા 22થી વધુ વ્‍યક્‍તિઓનું રેસ્‍ક્‍યુ કરી સેલ્‍ટર હોમમાં લઈ જવામાં આવ્‍યા હતા.
ઘટનાની જાણ થતાં કલેક્‍ટર સહિત પ્રશાસનની ટીમ પહોંચી જરૂરી સહાય પહોંચાડવામાં આવી હતી. ભોગ બનેલા લોકોને વિવિધ સંસ્‍થાઓ દ્વારા પણ સહાયકિટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. સ્‍થાનિકો દ્વારા પીડિતોને ભોજનની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી હતી. પવનનાસુસવાટા સાથે વરસાદના કારણે કેટલાક વિસ્‍તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. જેને ફાયર વિભાગની ટીમ દ્વારા હટાવવામાં આવ્‍યા હતા. સેલવાસના કેટલાક નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાવવાની શક્‍યતાને લઈ નગરપાલિકા પ્રમુખ દ્વારા પરિસ્‍થિતિનો તાગ મેળવી કેટલાક લોકોને શેલ્‍ટર હોમમાં ખસેડવામાં આવ્‍યા હતા.

Related posts

ચીખલીના આમધરાના યુવાનને માસિક 10% વ્‍યાજે આપેલી રકમ ચૂકવવામાં મોડું થતાં ઘરે આવી ધમકાવનાર નાંધઈ-ભૈરવીના ઈસમ સામે ગુનો નોંધાયો

vartmanpravah

ચીખલી તથા ખેરગામ પોલીસ લાઈન ખાતે કુલ રૂા.12.48 કરોડના ખર્ચે નવનિર્મિત 65 પોલીસ આવાસોનું લોકાર્પણ કરતા ગૃહ રાજ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવી

vartmanpravah

બીઆરસી સેલવાસ દ્વારા વિઝન એનરિચમેન્‍ટ કાર્યક્રમમાં કેન્‍દ્ર શાળા નરોલીમાં વિદ્યાર્થીનીઓને સકારાત્‍મકતા સાથે પોતાના લક્ષ્યોને હાંસલ કરી જીવનને સફળ બનાવવા બતાવેલી ચાવી

vartmanpravah

દાનહમાં સામરવરણી અને મસાટ પંચાયતોની ગ્રામસભા સંપન્ન

vartmanpravah

રાજ્‍યમાં સૌથી વધુ પ્રદૂષિત ગણાતા શહેર વાપીમાં પ્રદૂષણ ઘટયું: હવે, સૌથી વધુ પ્રદૂષણ વડોદરામાં

vartmanpravah

વલસાડ ફલેટમાં ફ્રિઝમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી 

vartmanpravah

Leave a Comment