October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર હાઈવે ચોકડી પરથી દારૂના જથ્‍થા સાથે ત્રણ વિદેશી ઝડપાયા

આરોપી વડોદરા પારૂલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ નિકળ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: વલસાડ ધરમપુર હાઈવે ચાર રસ્‍તા ઉપર દારૂનો જથ્‍થો સેવરોલેટ કારમાં લઈ જતા પોલીસે ત્રમ વિદેશીઓને ઝડપી લીધા હતા. દમણથી દારૂ વડોદરા લઈ જતા હોવાનું તપાસમાં બહાર આવ્‍યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ધરમપુર ચાર રસ્‍તા પર તાજીયા ઉપલક્ષમાં પોલીસ વાહન ચેકીંગમાં હતી તે દરમિયાન સેવરોલેટ કાર નં.જીજે 16 એજે 3036 ને અટકાવી ચેકીંગ કર્યું હતું. કારમાં વિદેશી દારૂની 88 બોટલ ડીકીમાંથી મળી આવી હતી. પોલીસે પૂછપરછ કરતા આ ત્રણેય નાઈઝીરિયન મનાતા વિદેશી નાગરિક નિકળ્‍યા હતા. તેમણે જણાવ્‍યા અનુસાર તેઓ પારૂલ યુનિવર્સિટી વડોદરાના વિદ્યાર્થીઓ છે.પોલીસે કાર ચાલક માઈકલ મેથ્‍યુ એન.ક્‍યું, ખ્રિચીયન રેમી અને મહિલા નોવાથેમ્‍પાની અટક કરી હતી. કાર, મોબાઈલ અને દારૂનો જથ્‍થો મળી રૂા.2,62,200 નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Related posts

શ્રી ખોડલધામ યુવા સમિતિના હોદ્દેદારો દ્વારા વન સ્‍વચ્‍છતા તથા વન શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં સ્‍વીપ એક્‍ટિવીટી હેઠળ 9 જેટલી દિવ્‍યાંગ સંસ્‍થાઓમાં મતદાર જાગૃત્તિ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

વાપીની મુસ્‍કાન એનજીઓ દ્વારા કપરાડાના સુથારપાડામાં નિઃશુલ્‍ક મેગા મેડિકલ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

વાપી મેરીલ એકેડમીમાં ઓટિઝમ જાગૃતિ ઉપર ઉચ્‍ચ મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં અધિવેશન યોજાયું

vartmanpravah

વલસાડની સરકારી ઈજનેરીકોલેજના વિદ્યાર્થીઓનું મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે થયું સન્‍માન

vartmanpravah

વલસાડ હાઈવે રવિવારે રાતે યમદૂત બન્‍યો : બે જુદા જુદા અકસ્‍માતમાં ત્રણના મોત

vartmanpravah

Leave a Comment