Vartman Pravah
Breaking Newsતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

દાનહ સર્વ આદિવાસી સમાજ દ્વારા સંયુક્‍ત રૂપે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરવા અંગે મળેલી બેઠક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30 : 
દાદરા નગર હવેલી સર્વ આદિવાસી સમાજ દ્વારા આગામી 9મી ઓગસ્‍ટના દિને ‘વિશ્વ આદિવાસી દિવસ’ને સંયુક્‍ત રૂપે મનાવવા માટે સેલવાસ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ અગાઉના સમયમાં આદિવાસી સમાજના ઢોડિયા, કુકણા અને વારલી સમાજ દ્વારા અલગ અલગ રીતે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવતી હતીજેથી આ વર્ષે નક્કી કરવામાં આવ્‍યું છે કે ખાનવેલ ચાર રસ્‍તાથી રેલી સ્‍વરૂપે નીકળી ખાનવેલ પંચાયત હોલ ખાતે સર્વ આદિવાસી સમાજ દ્વારા સંયુક્‍ત રૂપે એક જ જગ્‍યા પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેનો મુખ્‍ય ઉદેશ્‍ય અન્‍ય સમાજોની જેમ આદિવાસી સમાજ દ્વારા પણ અલગ અલગ નહીં પણ એક જ જગ્‍યા પર ભેગા મળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે. જેમા પ્રદેશના દરેક આદિવાસી સમાજના લોકોને ઉપસ્‍થિત રહેવા જણાવાયું છે. આ કાર્યક્રમ માટે પ્રદેશના પદાધિકારીઓને પણ આમંત્રિત કરવામાં આવ્‍યા છે.

Related posts

કલસર ચેકપોસ્‍ટથી દારૂ અને ટેમ્‍પો મળી 5.53 હજારનો મુદ્દામાલ કબજે કરતી પારડી પોલીસ

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં કરુણા અભિયાનનો પ્રારંભ

vartmanpravah

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજે ટેકવોન્‍ડો ચેમ્‍પિયનશિપમાં ગોલ્‍ડ મેડલ મેળવ્‍યું

vartmanpravah

ચીખલી પોલીસે ઓવરબ્રિજ પાસેથી રૂા.37 લાખનો વિદેશી દારૂના જથ્‍થા સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

વાપી સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરના બાળકોએ જી.કે. આઈકયુ 2024 ની પરીક્ષા આપી

vartmanpravah

Leave a Comment