September 8, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ખાનવેલના ભગતપાડામાં વિશેષ રેવન્‍યુ શિબિરનું કરાયું આયોજન

ભારે વરસાદના કારણે આવેલ પુરમાં કેટલાક ગ્રામવાસીઓના રહેઠાણના પ્રમાણપત્ર, આવકના દાખલા, આધારકાર્ડ, રાશનકાર્ડ વગેરે દસ્‍તાવેજો પાણીમાં પલળી જતા અને ગુમ થતાં ફરી કાઢવા માટે પ્રશાસન દ્વારા કરાયેલા શિબિરના આયોજનથી આનંદની લાગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31: દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને નેતૃત્‍વમાં મહેસૂલ વિભાગ ખાનવેલ પંચાયત દ્વારા ભગતપાડામાં એક વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ખાનવેલ ભગતપાડા, તલાવલી, રૂદાના, ચિસદા ગામના પુર પીડિતોને તાત્‍કાલિક રાહત સુનિヘતિ કરવા માટે શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં રહેઠાણનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, આધારકાર્ડ, રાશનકાર્ડ જેવા મહત્‍વપૂર્ણ દસ્‍તાવેજ પુરમાં તણાઈ ગયા હતા. જે સંદર્ભે મહેસૂલ વિભાગ ખાનવેલની ટીમે પિડીતોને કેટલાક મહત્‍વપૂર્ણ પ્રમાણપત્રના માટે અરજી કરવા મદદ કરવામાં આવી હતી. જેની તપાસ બાદ મહત્‍વપૂર્ણ પ્રમાણપત્ર પુર પીડિતો સુધી પહોંચાડવામાં આવશે. આ શિબિરમાં 62 અરજીઓ સ્‍વીકાર કરેલ અને 47 પુર પીડિતોને બાયોમેટ્રિક પ્રમાણીકરણના માધ્‍યમથી જગ્‍યા પર જ આધારકાર્ડ બનાવી આપવામાં આવ્‍યા હતા. આ વિશેષ શિબિરનું આયોજન કરવા પર પુર પીડિતોએ આ તત્‍કાલ રાહત માટે પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો અને આ શિબિરમાટે પ્રશાસનનો પણ આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

ચીખલીને નગરપાલિકા બનાવવાની વર્ષો જૂની માંગ: નજીકના દિવસોમાં ચીખલી નગરપાલિકા જાહેર થવાની અટકળોએ જોર પકડયું

vartmanpravah

દાનહના આદિવાસી વિકાસ સંગઠન સંચાલિત ‘આદિવાસી ભવન’ હવે ‘એકલવ્‍ય ભવન’ તરીકે ઓળખાશે

vartmanpravah

ચીખલીની ઢોલુમ્‍બર ગ્રામ પંચાયતની સામાન્‍ય સભામાં સરપંચ સામે બહુમતીથી અવિશ્વાસની દરખાસ્‍ત પસાર

vartmanpravah

જૂની પેન્‍શન યોજના સહિતનાં પડતર પ્રશ્નોનાં સંતોષકારક ઉકેલનાં આવેદનપત્ર સાથે રાજયભરનાં સરકારી કર્મચારીઓ ગાંધીનગર ઉમટયા

vartmanpravah

સંઘપ્રદેશના વિવિધ પરીક્ષા કેન્‍દ્રો ખાતે ધો.10 -અને 1રના વિદ્યાર્થીઓનો હોંસલો બુલંદ કરતા ઉચ્‍ચ અધિકારીઓ

vartmanpravah

વલસાડ લોકસભા બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો: 210704 મતથી ધવલ પટેલનો ભવ્‍ય વિજય

vartmanpravah

Leave a Comment