August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ અબ્રામામાં કપચી ભરેલ ચાલુ ટ્રકનું ટાયર નિકળી જતા મોટો અકસ્‍માત થતા રહી ગયો

ટ્રક ચીખલીથી ભરી વલસાડમાં આવતા મણીબાગ
સોસાયટી પાસે ઘટેલી ઘટના

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: અકસ્‍માતની કોઈ વ્‍યાખ્‍યા હોતી નથી. ક્‍યાં, ક્‍યારે અને કેવો અકસ્‍માત થાય તેનું કોઈ ભાવિ હોતુ નથી. કંઈક એવો અકસ્‍માત આજે ગુરૂવારે વલસાડમાં અબ્રામા-ધરમપુર રોડ ઉપર બન્‍યો હતો. કપચી ભરેલી ટ્રકનું ટાયર અચાનક ચાલુ ટ્રકે નિકળી જતા ટ્રક ઘટના સ્‍થળે પટકાઈ બંધ પડી ગઈ હતી.
વલસાડ અબ્રામા ધરમપુર રોડ ઉપર મણીબાગ સોસાયટી પાસે આજે સવારે 10 વાગ્‍યાના સુમારે વિચિત્ર લેખાવી શકાય તેવો અકસ્‍માત થયો હતો. ચિખલીથી ટ્રક નં.જીજે 21 ડબલ્‍યુ 2838 કપચી ભરીને વલસાડમાં ઠાલવવા આવી હતી તે દરમિયાન મણીબાગ સોસાયટી આગળ અચાનક ટ્રકનું આગળનું ટાયર ચાલુ ટ્રકે નિકળી ટ્રકની આગળ દોડવા લાગેલું. જો કે ટ્રક અચાનક પટકાઈ ઘટના સ્‍થળે ઉભી થઈ ગઈ હતી. અકસ્‍માતની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સદ્દનસીબે મોટો અકસ્‍માત થતા થતા રહી ગયો હતો. લોકો વિચિત્ર અકસ્‍માત જોવા કુતુહલ વશ ઉમટી પડયા હતા.

Related posts

વલસાડની ચણવઈ પીએચસીમાં સિકલસેલ ડીસીઝના દર્દીઓની તબીબી તપાસ કેમ્પ યોજાયો

vartmanpravah

વ્‍યક્‍તિ નહી, વ્‍યક્‍તિનું કામ બોલે છે, શરૂઆતમાં વિરોધ કરનારાઓ આજે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના બનેલા પ્રશંસક

vartmanpravah

હિન્‍દી વિષયના પ્રભાવશાળી પ્રવક્‍તા ડોં. વિનોદ સિંહ ચૌહાણ ‘પ્રસૂન’ દ્વારા શ્રી વલ્લભ સંસ્‍કાર ધામ ડે બોર્ડિંગ શાળામાં હિન્‍દી વિષય પર વર્કશોપનું સફળ આયોજન

vartmanpravah

દાનહ એક્‍સાઇઝ વિભાગે ખેરડી બોર્ડર પરથી ગેરકાયદેસર દારૂનો જથ્‍થો ભરેલ આઈસર ટેમ્‍પો ઝડપી પાડયો

vartmanpravah

દાનહ અને દમણ-દીવની સરકારી બેન્‍કના કર્મચારીઓની બે દિવસીય હડતાલ: સરકાર દ્વારા સરકારી બેન્‍કોને પ્રાઇવેટીકરણ કરવાનો વિરોધ

vartmanpravah

આગામી 24 કલાકમાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી: વાપી સહિત વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્‍યો

vartmanpravah

Leave a Comment