August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર પોલીસે તિસ્‍કરી ચાર રસ્‍તાથી દારૂના જથ્‍થા સાથે બે કાર ઝડપી પાડી

આરોપી શૈલેષ જોષી અને સાંઈ કુરેશીની અટક કરી કાર સાથે
રૂા.7.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: ધરમપુર પોલીસે ગતરોજ તિસ્‍કરી ચાર રસ્‍તાથી દારૂના જથ્‍થા સાથેની બે કાર ઝડપી પાડી બે આરોપીની અટક કરી હતી જ્‍યારે બે આરોપીને વોન્‍ટેડ જાહેર કર્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ધરમપુર પોલીસને મળેલી બાતમી આધારે તિસ્‍કરી ચાર રસ્‍તા પાસે વાહન ચેકીંગ અભિયાન હાથ ધર્યું હતું તે દરમિયાન બાતમી વાળી સિફટ કાર નં.જીજે 15 સીબી 3278 આવતા પોલીસે અટકાવી ચેકીંગ કર્યું હતું. કારમાંથી રૂા.1,62,200 નો દારૂનો જથ્‍થો મળી આવ્‍યો હતો તેમજ સાથે સાથે પાયલોટીંગ કરતી વેગેનાર કાર નં.જીજે 15 સીએમ 1715 ને પણપોલીસે પકડી લીધી હતી. પૂછપરછમાં જાણવા મળતા આરોપી શૈલેષ જોષી અને સાંઈ કુરેશી નામના બે આરોપીની અટક કરી હતી. તેમજ જથ્‍થો ભરાવનાર ઓમ પ્રકાશ અને રાકેશને વોન્‍ટેડ જાહેર કર્યો હતો. પોલીસે બે મોબાઈલ, બે કાર અને દારૂનો જથ્‍થો મળી કુલ રૂા.7.84 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરી હતી. જથ્‍થો ખેરગામ તરફ લઈ જવામાં આવ્‍યો હતો.

Related posts

દાનહઃ ‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત ફલાંડીમાં વિશેષ શિક્ષણ શિબિર યોજાઈ

vartmanpravah

દમણ પંચાયતી રાજ પરિષદમાં વર્ચ્‍યુઅલી ઉપસ્‍થિત રહી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગતિશીલ અને પારદર્શક વહીવટનો આપેલો મંત્ર

vartmanpravah

અથોલા પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

દમણના ડાભેલ-આંટિયાવાડ વિસ્‍તારમાં મંગળવારની રાત્રિએ હત્‍યાની બનેલી ઘટના: પડોશની ચાલીમાં રહેતા પરપ્રાંતિય યુવકની સગીરે તિક્ષ્ણ હથિયાર વડે કરેલી હત્‍યા

vartmanpravah

હવેથી સંઘપ્રદેશમાં પ્રાથમિક અને ઉચ્‍ચપ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પોતાના વર્ગખંડમાં અભ્‍યાસ કરી શકશે

vartmanpravah

કલગામ હનુમાનજી મંદિરે વિકલાંગ શ્રદ્ધાળુઓની સહાય માટે યુવા શક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટે વ્‍હીલચેરની ઉભી કરેલી વ્‍યવસ્‍થા

vartmanpravah

Leave a Comment