શ્રી અરબિન્દો યોગા અને નૉલેજ ફાઉન્ડેશન (SAYKF), પોંડીચેરી દ્વારા આયોજીત ‘6ઠ્ઠા ઈન્ટરનેશનલ કોન્ફ્રેંસ ઓન મલ્ટી ડિસિપ્લિનરી રિસર્ચ ફોર લોકલ ટૂ ગ્લોબલ ઈનોવેશ જુલાઈ (ICMRLGI)-2023′ ગુલાબભાઈ રોહિતે લીધેલો ભાગ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પુડ્ડુચેરી,તા.03: શ્રી અરબિન્દો યોગા અને નૉલેજ ફાઉન્ડેશન (SAYKF), પોંડીચેરી દ્વારા આયોજીત ‘6ઠ્ઠા ઈન્ટરનેશનલ કોન્ફ્રેંસ ઓન મલ્ટી ડિસિપ્લિનરી રિસર્ચ ફોર લોકલ ટૂ ગ્લોબલ ઈનોવેશ જુલાઈ (ICMRLGI)-2023’માં નાણાંશાષાી અને ચિંતક શ્રી ગુલાબ રોહિતે નવી શિક્ષણ પદ્ધતિની સરાહના કરી છે. શ્રી ગુલાબ રોહિતે (ICMRLGI)-2023ની ઈ-પ્રોસિડિંગથી ‘સતત વિકાસમાં શિક્ષણની ભૂમિકા’ પર પોતાના 31 પાનાના રિસર્ચ પેપરના 6 ટૉપિકના 146 પોઈન્ટ ઉપર શિક્ષણ પ્રણાલીને વધુ વ્યવહારિક અને અસરકારક બનાવવાનો સૂચન કર્યું હતું. શ્રી ગુલાબરોહિતના આ ‘નવા શિક્ષણ સિદ્ધાંતમા અનુભવનાત્મક જ્ઞાન, પરિયોજનાત્મક દૃષ્ટિકોણ, પર્યાવરણીય શિક્ષા, બાહ્ય શિક્ષણ જ્ઞાન, ટેક્નિકલ એજ્યુકેશન, પ્રણાલીગત અંતઃવિષય દૃષ્ટિકોણના ટૉપિકો પર ગ્રીન સ્કૂલ પહેલ, પર્માકલ્ચર એજ્યુકેશન મૉડલ, વૈશ્વિક સહયોગાત્મક તકનીકી શિક્ષણ, પારંપારિક શિક્ષણમાં બદલાવ પ્રતિરોધ અને હિતધારકોના સહયોગ અને જાગરૂકતા ઉપ-ખંડોમાં નવા દૌર માટે નવી શિક્ષણ પ્રણાલીની વકાલત કરી છે.
શ્રી ગુલાબ રોહિતના નવા શિક્ષા સિદ્ધાંતમાં બુનિયાદી, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ પ્રણાલીને ફક્ત કિતાબી નહીં પરંતુ વ્યવહારિક, માનવીય, તકનીકી અને પ્રગતિગામી બનાવવાનો દૃષ્ટિકોણ છે. ભારત સરકારના શિપિંગ કૉર્પોરેશન ઑફ ઇંડિયાના ડિરેક્ટર અને ફિનાંસ એન્ડ ઑડિટ કમિટીના ચેરમેન ગુલાબ રોહિતે જણાવ્યું હતું કે, શિક્ષા ત્યારે સાર્થક છે જ્યારે શિક્ષા વ્યક્તિને આત્મનિર્ભર બનાવવામાં સમર્થ હોય. બુનિયાદી શિક્ષણને વધુ સશક્ત બનાવવાની જરૂર છે. મિડલ સ્કૂલથી શિક્ષાને હુનરથી જોડવામાં આવે. જેથી માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરી યુવકો કમાવવા લાગે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં મૈકાલે એજ્યુકેશન સિસ્ટમ 188 વર્ષ જુનું થયું છે. હવે ભારતને નવી શિક્ષણ પ્રણાલીની જરૂરત છે, જે એજ્યુકેટેડ બેરોજગારોની પરંતુ શિક્ષિત હુનરમંદ કમાઊ યુવાનોના ભારતની તસ્વીર રજૂ કરી શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે વરિષ્ઠ આવક વેરા સલાહકાર શ્રી ગુલાબ રોહિત SME, INTERNATIONAL AUDITS, NFRA, FICCI, CII ASSOCHAM જેવા વિવિધ રાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેતા હોય છે. તેઓ સમાજસેવા અને રાજકારણમાં પણ સમાન રૂપથી સક્રિય રહેવા સાથે આ સમયે શિક્ષણ પ્રણાલી પર પોતાનો દૃષ્ટિકોણ પ્રસ્તુત કર્યો છે.