October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગૃહમંત્રી અમિત શાહના અધ્‍યક્ષસ્‍થાને ગાંધીનગરમાં 28મી ઓગસ્‍ટે વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠક યોજાશે

કપરાડા તાલુકાના મેઘવાળ, નગર, રાયમલ અને મધુબન એમ ચાર ગામને સંઘપ્રદેશમાં સામેલ કરવા અંગે ગાંધીનગરમાં મળનારી બેઠકમાં અંતિમ નિર્ણય લેવાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીને અડીનેઆવેલા ચાર ગામને સંઘપ્રદેશમાં જોડવા અંગે આગામી તા.28 ઓગસ્‍ટના રોજ ગાંધીનગરમાં વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની મીટિંગ યોજાનાર છે. છેલ્લા આઠ વર્ષથી આ મામલે રજૂઆત અને વિરોધ સ્‍થાનિક લેવલે થઈ રહ્યો છે. તેથી ગાંધીનગરમાં મળનારી બેઠકમાં અંતિમ નિર્ણય લેવાઈ શકે તેવી માહિતી સાંપડી છે.
આગામી તા.28મી ઓગસ્‍ટના રોજ ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહની અધ્‍યક્ષતામાં વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠક યોજાનાર છે. પશ્ચિમ ભારતના ત્રણ રાજ્‍યો અને સંઘપ્રદેશની બેઠક યોજાશે. જેમાં મેઘવાળ, નગર, રાયમલ અને મધુબન એમ ચાર ગામોને સંઘપ્રદેશમાં જોડવાનો અંતિમ નિર્ણય લેવાય તેવી સંભાવના છે. આ ચારેય ગામોનો કેટલોક હિસ્‍સો દાદરા નગર હવેલીની સરહદે છે. આ બોર્ડર વિલેજના ચાર ગામોને સંઘપ્રદેશમાં ભેળવવા અંગે આઠ વર્ષથી માંગણીઓ થઈ રહી છે. કારણ કે સ્‍થાનિક વહેવાર દાનહ સાથે સંકળાયેલો છે. તેમજ દારૂબંધી હટી જાય તો પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થઈ શકે એમ છે. હાલ દારૂબંધીને લઈ વિકાસ અટક્‍યો છે. જો કે આમાં મત મતાંતર પણ ચાલી રહ્યા છે. મેઘવાળ જેવા ગામ જોડાવા નથી ઈચ્‍છતા બીજુ ગુજરાતના નકશામાં પણ ફેરફાર થશે. સ્‍થાનિક લોકોના મહેસુલી પ્રશ્નો પણ ઉભા થશે. જેવી અડચણો પણ છે. તેથી જટીલ મુદ્દો ઉકેલવો અઘરો છે. જોવુંએ રહ્યું કે, 28મી ઓગસ્‍ટની મીટિંગમાં આખરી નિર્ણય શું આવે છે.

Related posts

ચીખલીના ઘેજ ગામે કપિરાજ પાંજરે પુરાતા સ્‍થાનિકોમાં રાહત

vartmanpravah

સેલવાસનાક્રિષ્‍ના હાઈટ્‍સ બિલ્‍ડિંગના નવમા માળેથી યુવતીએ છલાંગ લગાવી: ઘટના સ્થળે જ મોત

vartmanpravah

દાનહના પોલીસ હેડક્‍વાર્ટર સેલવાસ ખાતે જન સુનાવણી કરાઈ

vartmanpravah

દાદરા નગર હવેલી ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ કરાટે સ્‍પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ કરાયા

vartmanpravah

દમણ રોડ શો દરમિયાન આયોજીત રંગારંગ કાર્યક્રમને મળેલા અભૂતપૂર્વ સમર્થનના ઉપલક્ષમાં દમણ પ્રવાસી રાજસ્‍થાની સમાજ દ્વારા યોજાયો આભાર પ્રસ્‍તાવ કાર્યક્રમ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વમાં દીવમાં સ્‍વિમિંગ ચેમ્‍પિયનશીપ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment