October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મોરાઈમાં કાર્યરત આર.ઓ.બી.નો સ્‍લેબ ધરાશાયી

સંજાણ બ્રીજના ગાબડા પડવાની ચકચારી ઘટના બાદ
બીજી ઘટના સામે આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: અત્‍યારે વાપી નજીક બલીઠા અને મોરાઈ ખાતે આર.ઓ.બી.ની કામગીરી ચાલી રહી છે. જેમાં મોરાઈના કાર્યરત રેલવે ઓવર બ્રિજ (આર.ઓ.બી.)નો એક ગડર ધરાશાયી થઈ છે તેથી બ્રિજની કામગીરી સામે અને ઠેકેદાર સામેપ્રશ્ન ઉભો થવા પામેલ છે.
ઘટના અંગે પીડબલ્‍યુડીના અધિકારીએ સ્‍વિકાર્યું છે. બ્રીજની ગડર નીચે પડી ગઈ છે. જો કે ઘટનામાં કોઈ જાનહાની કે અન્‍ય કોઈ નુકશાન થવા પામેલ નથી. બલીઠા ફાટક અને મોરાઈમાં બન્ને જગ્‍યાએ આર.ઓ.બી.ના કામ ચાલી રહ્યા છે. તંત્ર વહેલી તકે કામ પૂર્ણ કરવા જહેમત ઉઠાવી રહેલ પરંતુ કામની ગુણવત્તા ઉપર પણ કાળજી રાખવી જરૂરી છે. કારણ કે સંજાણ બ્રીજના ગાબડા પડવાની ઘટના બાદ આ બીજી ઘટના સામે આવી છે.

Related posts

વાપી જીઆઈડીસીમાં રાતે બેફામ દોડતી બે બાઈક ભટકાતા ગંભીર અકસ્‍માત : એકનું મોત બે ઘાયલ

vartmanpravah

ટોકરખાડા શાળામાં વિદ્યાર્થીનીઓ માટે હેલ્‍પ ડેસ્‍કનો કરાયેલો શુભારંભ

vartmanpravah

આજે વલસાડની વાંચનપ્રિય જનતાને મળશે આધુનિક પુસ્તકાલયની અણમોલ ભેટ: નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે સાંજે ૫ કલાકે લોકાર્પણ કરાશે

vartmanpravah

યોજાઈ : 99.34 ટકા મતદાન:  ભાજપના તમામ ઉમેદવારોનો ભવ્‍ય વિજય વેપારી વિભાગની પેનલ અગાઉ બિનહરિફ ચૂંટાઈ હતી

vartmanpravah

વાપી વી.આઈ.એ. હોલમાં જે.સી.આઈ. દ્વારા પ્રથમવાર નવતર બિઝનેસ મીટિંગ યોજાઈ

vartmanpravah

વાપી બલીઠામાં ઉપ જિલ્લા હોસ્‍પિટલની કામગીરી પ્રગતિમાં : 113 બેડની ક્ષમતા સાથે તમામ આધુનિક સેવા મળશે

vartmanpravah

Leave a Comment