October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અબ્રામા હાઈવે ઉપર બે બાઈક ભટકાતા પડી ગયેલ યુવાન ઉપર ટ્રેક્‍ટરનું ટાયર ફરી વળતા કરુણ મોત

ધડોઈનો યુવાન હિરલ પટેલને કચીગામ નાઈટ શિફટ
કરી પરત ફરતા મોત ભેટી ગયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વલસાડ અબ્રામા હાઈવે ઉપર આજે સોમવારે સવારે ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. ધડોઈનો યુવાન નાઈટ શિફટ કરી ઘરે આવી રહ્યો હતો ત્‍યારે અન્‍ય બાઈક સાથે બાઈક ભટકાઈ હતી. અકસ્‍માતમાં યુવાન નીચે પડી ગયો ત્‍યારે પાછળથી આવી રહેલુ ટ્રેક્‍ટરનું ટાયર ફરી વળતા યુવાનનું ઘટના સ્‍થળે કમકમાટી ભર્યું મોત નિપજ્‍યું હતું.
કરુણ અકસ્‍માતની વિગતો મુજબ ધડોઈ કુંભારવાડમાં રહેતો યુવાન હિરલ બલ્લુભાઈ પટેલ તેની બાઈક નં.જીજે 15 ડીએલ 3937 ઉપર કચીગામ ઓલ ટાઈમ પ્‍લાસ્‍ટીક કંપનીમાં નાઈટ શિફટ કરી આજે સવારે પરત આવી રહ્યો હતો. અબ્રામા વલસાડ હાઈવે ઉપર હિરલની બાઈક અન્‍ય બાઈક સાથે ભટકાતા નીચે પડી ગયો હતો તે દરમિયાન રોંગ સાઈડથી આવી રહેલટ્રેક્‍ટરના ટાયર નીચે હિરલ આવી જતા કમકમાટી ભર્યું કરૂણ મોત નિપજ્‍યું હતું. અકસ્‍માત સર્જી ટ્રેક્‍ટર ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે એમ્‍બ્‍યુલન્‍સ બોલાવી લાશને સિવિલમાં મોકલી આપી આગળની તપાસ હાથ ધરી હતી.

Related posts

મલાવની મચ્‍છરે રેફ્રિજરેશન પ્રોડક્‍ટ પ્રા. લિ. કંપનીએ આદિવાસીની જમીન પર કરેલા ગેરકાયદેસર કબજા સામે ચાલુ કરેલી તપાસમાં અધિકારીઓની ઢીલી નીતિ

vartmanpravah

આગામી સમયે તમને દિલ આકારની કેરી મળે તો નવાઈ ન પામતા : ઉમરગામના પ્રગતિશીલ ખેડૂતે દિલ આકારની કેરી પકવી

vartmanpravah

વલસાડ વિભાગના રેવન્‍યુ કર્મચારીઓ 18 જેટલી પડતર માંગણીઓ માટે માસ સી.એલ. પર ઉતર્યા

vartmanpravah

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાએ સામાજીક ન્‍યાય સપ્તાહ અંતર્ગત દમણના તીન બત્તી નજીક જલારામ મંદિરના પ્રાંગણમાં મહિલાઓએ ચલાવેલું સ્‍વચ્‍છતા અભિયાન

vartmanpravah

નવસારી કૃષિ યુનિવર્સિટીનો 17મો પદવીદાન સમારોહ સંપન્ન

vartmanpravah

વલસાડ જિલ્લામાં સૌ પ્રથમવાર કકવાડી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને NQAS પ્રમાણપત્ર એનાયત

vartmanpravah

Leave a Comment