August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દુબઈ ખાતે યોજાયેલ આંતરરાષ્‍ટ્રીય રમતમાં ચીખલી તાલુકાના ઊંઢવળ ગામનો જેનીલ પટેલે ત્રણ મેડલ મેળવ્‍યા

વાંસદા-ચીખલીના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ સહિત આગેવાનો અને ગ્રામજનોઍ જેનીલ પટેલનું કરેલું સન્માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.08: દુબઈ ખાતે યોજાયેલ આઠમી આંતરરાષ્‍ટ્રીય રમત સ્‍પર્ધામાં અંડર-14 માં નવસારી તાલુકાનાં ઊંઢવલ જેનીલ મુકેશભાઈ પટેલએ ડંકો વગાડી દેશનું નામ રોશન કર્યું છે.
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાનાં ઊંઢવલ ગામના જેનિલ મુકેશ પટેલ એથલેન્‍ટિક્‍સમાં શાળામાં સફળતાના એક પછી એક શિખરો સર કરી રહ્યા છે ત્‍યારે હાલ દુબઈ ખાતે યોજાયેલ આઠમી આંતરરાષ્‍ટ્રીય રમત સ્‍પર્ધામાં જેનિલ પટેલએ 1500 મીટરની દોડમાં સિલ્‍વર તો 3 કિલોમીટરની દોડમાં ગોલ્‍ડ મેડલ, જ્‍યારે 800 મીટરની દોડમાં પણ ગોલ્‍ડ મેડમ સાથે વિજેતા થયા છે.
દેશમાં રમતગમતમાં સફળતા બાદ વિદેશની ધરતી પર પણ જેનિલ મુકેશભાઈ પટેલએ ગામની સાથે સમગ્ર દેશનું નામ દુનિયામાં રોશન કરતા લોકો ગર્વ અનુભવી રહ્યા છે.
આદિવાસી વિસ્‍તારના આ બાળકોના કૌશલ્‍યને વિદેશમાં પણ એથલેન્‍ટિક્‍સમાં ડંકો વગાડતા આદિવાસી સમાજ માટે પણ ગૌરવસમી આ સિદ્ધિ બની રહેવા પામી છે. આ સિદ્ધિ હાંસલ કરતા આ વાંસદા ચીખલી ધારાસભ્‍ય અનંત પટેલ સહિત આ વિસ્‍તારના આગેવાનો, ગ્રામજનો દ્વારા જેનિલ પટેલનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

Related posts

દાનહ જિલ્લા પંચાયતમાં ભાજપ હાઈકમાન્‍ડ પોતાના પ્રતિક ઉપર ચૂંટાયેલા સભ્‍યને જિ.પં.ના પ્રમુખ બનાવવાનો હઠાગ્રહ રાખે તો સામરવરણીના ભગુભાઈ પટેલને તક મળવાની પ્રબળ સંભાવના

vartmanpravah

પારડી નગરમાં રખડતા ઢોરના હુમલાઓને લઈ નગરપાલિકાએ ઢોર પકડવાની કામગીરી હાથ ધરી

vartmanpravah

દાનહના રખોલીની આર.આર.કેબલ લિમિટેડ કંપનીમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

‘સ્‍ટાર્ટ અપ ઈન્‍ડિયા’ના બે અધિકારીઓએ દમણની લીધેલી મુલાકાતઃ ડીઆઈએ ખાતે યોજાયેલો વર્કશોપ

vartmanpravah

વાપીમાં હાઈવે ઉપર 1.60 લાખના ગાંજા સાથે બે ઝડપાયા

vartmanpravah

વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને મળી

vartmanpravah

Leave a Comment