January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સ્‍વાતંત્ર્ય પર્વની રાજ્‍ય કક્ષાની ઉજવણી પૂર્વે વલસાડમાં સાઈકલ રેલી નીકળી

1200 વિદ્યાર્થીઓએ માનવ સાંકળથી તિરંગો, ગુજરાતનો નકશો અને અશોકસ્‍તંભની રચના કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: વલસાડ જિલ્લામાં 77માં સ્‍વાતંત્ર્ય પર્વની રાજ્‍ય કક્ષાની ઉજવણી પૂર્વે શહેરીજનોમાં ભારે ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. મંગળવારે સવારે વલસાડના હાલર સર્કિટ હાઉસથી તિથલ બીચ સુધી સાઈકલ રેલી કાઢવામાં આવી હતી. બાદમાં તિથલ સ્‍વામિનારાયણ મંદિર પાસે આવેલા ક્રિકેટ ગ્રાઉન્‍ડ પર મોટી સંખ્‍યામાં લોકો એકત્ર થયા હતા. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ ઉજવણીમાં વિદ્યાર્થીઓ દ્વારા હ્યુમન ઈન્‍ડિયા ફલેગ, ગુજરાતનો નકશો અને રાષ્‍ટ્રીય ચિホ અશોક સ્‍તંભ બનાવવા આવ્‍યો હતો. જેમાં એકતાના દર્શન થયા હતા.
તિથલમાં ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વલસાડના કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાની, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી તેમજ સ્‍ટેમ્‍પ ડેપ્‍યુટી કલેક્‍ટર શ્વેતાબેન પટેલ અને મહાનુભાવોએ હાજરી આપી હતી. તેઓએ આ પ્રસંગે સન્‍માન અને ગૌરવની ભાવના ઉમેરી આઝાદી અને પ્રગતિ તરફ આપણા રાષ્‍ટ્રની યાત્રાને યાદ કરવાના મહત્‍વ પર ભાર મૂકયો હતો. આ ઉજવણીની વિશેષતા એ હતી કે, 1200 જેટલા વિદ્યાર્થીઓએ સુમેળભર્યા રંગોમાં સજ્જ થઈ માનવ પ્રતિકળતિરૂપી તિરંગો, ગુજરાતનો નકશો અને રાષ્‍ટ્રીય ચિન્‍હ અશોક સ્‍તંભની અદભૂત રચના કરી હતી.વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્‍થાનિક અધિકારીઓના સામૂહિક પ્રયાસથી એકતા, વિવિધતા અને દેશભક્‍તિના ભાવના દર્શન થયા હતા.

Related posts

નાની દમણના ટેક્ષી સ્‍ટેન્‍ડના પાછળના ભાગમાં એકાદ સપ્તાહથી ફરતો કપિરાજ આખરે પાંજરે પુરાયો

vartmanpravah

કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ વાપી ખાતે “ENTREPRENEUR AWARENESS” પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

દાનહ સીંદોની પંચાયત ખાતે ગ્રામજનો માટે અવર્નેશ કાર્યક્રમનું આયોજન

vartmanpravah

નાની દમણ ઘેલવાડ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્‍યાયજીને પુષ્‍પાંજલી અર્પિત કરાઈ

vartmanpravah

વાપી-દમણમાં મોબાઈલ સ્‍નેચીંગ કરતો રીઢો આરોપી જીઆઈડીસી પોલીસે ઝડપ્‍યો

vartmanpravah

ફડવેલ ગામે જર્જરિત હાલતમાં ગ્રામ પંચાયતનું મકાન હાડપિંજર અવસ્‍થામાં: કામકાજ અર્થે આવતા અરજદારોમાં ભયનો માહોલ

vartmanpravah

Leave a Comment