Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ નિમિત્તે આજે દાનહના સેલ્‍ટી ગામ સહિત દેશના અન્‍ય 50 સ્‍થળોએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી એકલવ્‍ય મોડલ આવાસીય શાળાનો શિલાન્‍યાસ કરશે

દાનહના સેલ્‍ટી ખાતે ભારત સરકારના અનુ.જનજાતિ કાર્યમંત્રી અર્જુન મુંડા, પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને નવનિયુક્‍ત સાંસદ કલાબેનડેલકરની રહેનારી ઉપસ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14
દેશના સ્‍વતંત્રતાની 75મી વર્ષગાંઠ ઉજવવા માટે ભારત સરકાર દ્વારા આયોજીત ‘આઝાદી કા અમળત મહોત્‍સવ' અભિયાન અને આદિવાસીઓના ભગવાન બિરસામ મુંડાની જન્‍મ જયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા સેલ્‍ટી ગામ સહિત દેશભરમાં 50 એકલવ્‍ય મોડલ આવાસીય શાળાઓનો શિલાન્‍યાસ 15 નવેમ્‍બર, 2021ના સોમવારના દિને કરશે. પ્રધાનમંત્રી ભોપાલમાં ઉપસ્‍થિત રહી સંચાર માધ્‍યમ દ્વારા બપોરે 1:00 વાગ્‍યે દરેક શાળાના નિર્માણ કાર્યનું શિલાન્‍યાસ કરશે. 
આ પ્રસંગે જનજાતીય કાર્ય મંત્રી ભારત સરકાર શ્રી અર્જુન મુંડા, દાનહ અને દમણ-દીવના પ્રસાશક શ્રી પ્રફુલભાઈ પટેલ, સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર ઉપસ્‍થિત રહેશે. 
કાર્યક્રમનું આયોજન રાષ્‍ટ્રીય આદિવાસી છાત્ર શિક્ષા સમિતિ હિન્‍દુસ્‍તાન સ્‍ટીલવર્કસ કન્‍ટ્રક્‍શન લીમીટેડ અરકોન પ્રોજેક્‍ટ દ્વારા કરવામાં આવ્‍યું છે. તેમજ પ્રદેશની જનતાને કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા જણાવાયું છે.

Related posts

ગોવાના રાજ્‍યપાલ પી.એસ. શ્રીધરન પિલ્લઈએ સંઘપ્રદેશ થ્રીડી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું કરેલું ભવ્‍ય સ્‍વાગત: દિલ્‍હીના ઉપ રાજ્‍યપાલ વિનય કુમાર સક્‍સેના પણ ઉપસ્‍થિત રહ્યા

vartmanpravah

વલસાડ જિલ્લાના આદિવાસી લેખક અને સાહિત્‍યકાર ડો.વિમુખ. યુ.પટેલની સંતકબીર એવોર્ડ માટે પસંદગી

vartmanpravah

કપરાડામાં આદિવાસી અમૃત કુંભ મહોત્‍સવ રથ યાત્રાનું આગમન, રૂ.16.67 કરોડના 603 વિકાસ કામોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયુ

vartmanpravah

19મી ડિસેમ્‍બરે દમણના 63મા મુક્‍તિ દિવસની કલેક્‍ટરાલયના પટાંગણમાં આન બાન શાન સાથે થનારી ઉજવણી

vartmanpravah

પ્રશાસનના 4C કાર્યક્રમ અંતર્ગત દમણમાં પોલીકેબ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને પૌષ્ટિક ખાદ્ય સામગ્રીની કિટનું કરાયેલું વિતરણ

vartmanpravah

તલાટીઓની હડતાલથી ઉભી થયેલી મુશ્‍કેલીના મામલે વલસાડ તા.સરપંચ સંઘે આવેદન પાઠવ્‍યુ

vartmanpravah

Leave a Comment