October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના હુંડા ગામનો ડે.સરપંચ 4000 રૂા.ની લાંચ લેતા એ.સી.બી.ની ટ્રેપમાં રંગે હાથ ઝડપાયો

પ્રધાનમંત્રી આવાસ યોજના મંજુર થયેલ રૂપિયાના વહેવાર માટે ઉપ સરપંચ હરીભાઈ સખારામ ગાંગોડેએ 5 હજાર માંગેલા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વલસાડ જિલ્લાની અનેક ગ્રામ પંચાયતોના સરપંચ-ઉપ સરપંચ દ્વારા લાંચ લેવાના કિસ્‍સા લગાતાર બની રહ્યા છે તેવો વધુ એક બનાવ કપરાડાના હુંડા ગામમાં બન્‍યો છે. પંચાયતનો ઉપ સરપંચ એ.સી.બી.ની ટ્રેપમાં રૂા.4 હજારની લાંચ લેતા આબાદ ઝડપાઈ ગયો છે.
જાગૃત નાગરિક ફરિયાદીના ભત્રીજાનું મકાન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મંજુર થયેલ હતું. યોજનાના બે હપ્તા રૂા.1.10 લાખ જમા બેંકમાં થયા હતા તેના વહેવાર પેટે ફરિયાદી પાસે હુડા ગામના ઉપ સરપંચ હરીભાઈ સખારામભાઈ ગાંગોડે રૂા.5 હજાર માંગ્‍યા હતા. ફરિયાદી રૂા.1 હજાર આપેલા હતા. બાકીના પૈસા આપવા માંગતા નહોતા તેથી એ.સી.બી.માં ફરિયાદ કરી હતી. તે મુજબ એ.સી.બી.એ કપરાડા એસ.ટી. ડેપોમાં છટકું ગોઠવ્‍યું હતું. જેમાં ઉપસરપંચ રૂા.4000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો.

Related posts

વાપી રોફેલ કોલેજના પી.ટી. પ્રોફેસરની નેશનલ વોલીબોલ સ્‍પર્ધામાં રેફરી તરીકે પસંદગી

vartmanpravah

ગાંધીનગરમાં વાપીના વિકાસ કાર્યો માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં રિવ્‍યુ બેઠક યોજાઈ

vartmanpravah

RTE એકટ હેઠળ નબળા-વંચિત જુથના બાળકોને ધો.૧માં પ્રવેશ માટે તા.૧૪ થી ૨૬ માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

vartmanpravah

અમૃત સરોવર મિશન હેઠળ દાનહમાં જિ.પં. દ્વારા નિર્માણ થતી જન ભાગીદારીથી જળ ભાગીદારી

vartmanpravah

દાનહમાં એક ઇંચથી વધુ વરસ્‍યો વરસાદ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ દમણ દ્વારા કપરાડાના મુળગામ, ગવટકા તથા ચાંદવેંગણના ગરીબ જરૂરિયાતમંદ લોકોને ધાબળા અને કપડાંનુ કરાયેલું વિતરણ

vartmanpravah

Leave a Comment