July 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના નોગામા ગામેથી એલસીબી પોલીસે ટેમ્‍પામાંથી આધાર પુરાવા વિનાનો લોખંડના સળિયા ભરેલો ટેમ્‍પો ઝડપ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.08: પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ મંગળવારની સવારના સમયે નવસારી એલસીબીના પો.કો. તાહિરઅલી શાહબુદ્દીન સહિતનાઓ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એક ટાટા ટેમ્‍પો નં.જીજે-19-યુ-4984 માં લોખંડના સળિયા ભરી મહુવા પુણી જતા રોડ પર આવનાર હોવાની બાકી મળતા ચીખલી તાલુકાના નોગામા ગામે સ્‍મશાન ભૂમિ પાસે એલસીબી પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન ઉપરોક્‍ત ટેમ્‍પો આવતા જેને રોકી તલાસી લેતા તેમાંથી આઠ એમએમની 12 ભારી નંગ-192 અને 10-એમએમના ટીએમટી સળિયા 37-ભારી નંગ-370 નો કુલ 3,670 કિલોગ્રામનો જથ્‍થો જેની કિંમત રૂા.2,20,200/- નો જથ્‍થાના બિલ કે આધાર પુરાવા માંગતા ડ્રાઈવર રાજેન્‍દ્રસિંહ ઉર્ફે રાજુ નરસિંહ રાજપુરોહિત (રહે.સમરોલી ગજાનંદ પાર્ક તા.ચીખલી) તથા ક્‍લીનર ગમનારામ આહીર(હાલ રહે.બલવાડા બ્રિજની સામે રાધા ક્રિષ્‍ના હોટલમાં તા.ચીખલી) (બન્ને મૂળ રહે.વણદાર ગામ તા.ખીવાળા જી.પાલી રાજસ્‍થાન) રજૂ ન કરી ગલ્લા તલ્લા કરી ઉડાઉ જવાબ આપતા પોલીસે ઉપરોક્‍ત સળિયાનો જથ્‍થો, બે મોબાઈલ ફોન, રોકડા તથા ટેમ્‍પાની કિંમત મળી કુલ્લે રૂા.7,30,520 નો મુદ્દામાલ કબ્‍જે કરી સીઆરપીસી કલમ 41 (1) ડી મુજબ અટક કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related posts

દમણ ન.પા.એ કોવિડ-19ના આંશિક લોકડાઉનના પગલે એપ્રિલ અને મે મહિનાનું દમણ મ્‍યુનિસિપલ માર્કેટનું ભાડૂ નહીં લેવા કરેલો નિર્ણય

vartmanpravah

અથાલથી ભિલાડ થઈ સુરત જઈ રહેલ પીઓપી બેગની આડમાં દારૂનો જથ્‍થો ભરેલ ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ-2024નો પ્રારંભ

vartmanpravah

વલ્લભ આશ્રમ સ્‍કૂલ સામે હાઈવે પર રાત્રિ દરમિયાન બ્રિજ ડીવાઈડર નજરે ન ચઢતા વારંવાર થઈ રહ્યા છે અકસ્‍માત

vartmanpravah

વલસાડ જિલ્લા શિક્ષણ ખાતાના બે અધિકારીઓને નેશનલ એવોર્ડ એનાયત

vartmanpravah

પારડી પોલીસે ચોરીના ડીઝલ સાથે ચાર આરોપીઓની કરી ધરપકડ

vartmanpravah

Leave a Comment