Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના વંકાલમાં માટી ખનનના ઈરાદે તળાવની પાળ તોડી નાંખતા પૂર્વ સરપંચે ટીડીઓ સહિત કલેક્‍ટરને આવેદન આપી તપાસની કરેલી માંગ

સરકારી તળાવમાં વેસ્‍ટ વિયરની વ્‍યવસ્‍થા હોવા છતાં ગેરકાયદેસર રીતે પાળ તોડી નાંખતા નાળામાંથી વહેતા પાણીને અટકાવવા માટે પૂર્વ સરપંચ સહિત સ્‍થાનિકોની લેખિત રજૂઆત બાદ જિલ્લા કલેક્‍ટર દ્વારા તપાસનો આદેશ કરાતા મામલતદાર, ટીડીઓ સહિતના સ્‍ટાફે તાબડતોબ સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.10: વંકાલ ગામના પૂર્વ સરપંચ વાસંતીબેન ઉપરાંત દીપકભાઈ સહિતનાસ્‍થાનિકો મોટી સંખ્‍યામાં ધસી જઈ જિલ્લા કલેકટરને પાઠવેલા આવેદનમાં જણાવ્‍યું છે કે વંકાલ ગામના વાણીયા તળાવ ફળિયામાં બ્‍લોક નંબર 2276 માં આવેલ સરકારી તળાવમાં મોટી માત્રામાં વરસાદી પાણીનો સંગ્રહ થયો હતો પરંતુ થોડા દિવસો પહેલા તળિયાથી આશરે બે ફૂટની ઊંચાઈએથી નાળા નાખવામાં આવેલ છે. તેમાંથી પાણીનો નિકાલ થઈ રહ્યો છે સરકારની યોજનામાંથી વેસ્‍ટ વીયરની વ્‍યવસ્‍થા છતાં ગેરકાયદેસર પાળ તોડી નાળા નાખવામાં આવેલ હોય પાણીનો નિકાલ થઈ રહેલ છે.
તળાવમાં પૂરતા પ્રમાણમાં પાણીના સંગ્રહથી વાણીયા તળાવ, સુંદર ફળીયા, નાળિયેરી મોહલ્લા સહિતના વિસ્‍તારમાં બોર કૂવામાં પાણીના સ્‍તર જળવાઈ રહેતા માનવજાત અને પશુઓને આખી સિઝન પાણી મળી રહે છે.
ચોમાસા બાદ તળાવ ઝડપથી સુકાઈ જાય અને માટી ખનનના ઈરાદે પૂર્વ આયોજનના ભાગરૂપે તળાવના તળિયામાંથી પાણીનો નિકાલ કરવાનો હોય તેમ લાગે છે. ગ્રામ પંચાયત દ્વારા પાણીનો થતો વ્‍યય અટકાવવો જોઈએ. આ પાણી વહી જતું અટકાવી પાણીના નિકાલ માટે આરસીસીના નાળા કોણે નાખ્‍યા તેની તપાસ કરાવી જવાબદારી નક્કી કરી પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
આ પૂર્વે ગ્રામજનો દ્વારા મામલતદાર ટીડીઓ અને પ્રાંત અધિકારીને પણ રજૂઆત કરી હતીપરંતુ જિલ્લા કલેકટરના આદેશ બાદ ટીડીઓ અને મામલતદાર સહિતના અધિકારીઓ તાબડતોડ વંકાલ ગામે તળાવ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. આ પૂર્વે સ્‍થાનિક જાગૃત નાગરિક દ્વારા મામલતદારનું ધ્‍યાન દોરવામાં આવ્‍યું હતું. પરંતુ સરકારી તળાવમાંથી પાણીના વ્‍યય બાબતે મામલતદાર દ્વારા ગંભીરતા દાખવવામાં આવી ન હતી. અખબારી અહેવાલ બાદ પણ કોઈ જ તપાસ ન કરનાર અધિકારીઓ કલેકટરના આદેશ બાદ સફાળા જાગી સ્‍થળ પર પહોંચી ગયા હતા.

Related posts

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ પદ માટે 3 ઉમેદવારોએ નોંધાવેલી ઉમેદવારી

vartmanpravah

‘Change Before Climate Change’ના સંદેશ સાથે પુરા ભારતની સાયકલ ઉપર પરિક્રમા કરવા નિકળેલા જયંત મહાજનનું દમણ ખાતે આગમન

vartmanpravah

વાપી વી.આઈ.એ.માં આયુષ્‍માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો : ટૂંક સમયમાં પી.વી.સી. કાર્ડમાં તબદીલ થશે

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણના સહ-સદસ્‍ય સચિવ અમિત પી.કોકાટેના માર્ગદર્શન હેઠળ કચીગામ ગ્રામ પંચાયત ખાતે યોજાયેલ કાનૂની શિબિરમાં એસસી/એસટી એટ્રોસીટી એક્‍ટ અને શિક્ષણના અધિકાર વિશે આપવામાં આવેલી માહિતી

vartmanpravah

વાપી કે.બી.એસ. નટરાજ કોલેજના ખેલાડી ઓલ ઈન્‍ડિયા ઈન્‍ટર યુનિવર્સિટી ચેમ્‍પિયનશિપ માટે પસંદ થયા

vartmanpravah

દમણના ખેડૂતો બિયારણ અને ખેતી સંબંધિત ચીજવસ્‍તુઓ સબસીડીના દરે લેવા ઈચ્‍છનારા જિ.પં.ના કૃષિ વિભાગનો સંપર્ક કરે

vartmanpravah

Leave a Comment