Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના ચિતાલી ગામે ફોર્ચ્‍યુનર કારે ઈકો કારને અડફેટે લીધી: ફોર્ચ્‍યુનર કારમાંથી પોલીસે દારુનો જથ્‍થો કબ્‍જે કરી કાર ચાલક સામે ગુનો નોંધ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.10: ચીખલી તાલુકાના ચિતાલી ગામે દારૂ ભરેલ ફોર્ચ્‍યુનર કારના ચાલકે પૂરપાટ ઝડપે હંકારી એક ઈકો કારને અડફતે લેતા પોલીસે રૂા.84,000/- નો દારૂનો જથ્‍થો કબજે કરી કાર ચાલક સામે અકસ્‍માત અને પ્રોહિબિશન એમ બે ગુના નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ બુધવારના રોજ સાંજના સમયે ફરિયાદી હરેશ રમેશભાઈ હળપતિ (રહે.જોગવાડ કાઢા ફળીયું તા.ચીખલી) તેમની મારુતિ ઈકો કાર નં.જીજે-15-સીએફ-1371 લઈને બોડવાંક ઘરવખરી નો સામાન લેવા માટે નીકળ્‍યા હતા. આ દરમિયાન સાડા સાતેક વાગ્‍યાના અરસામાં બોડવાંકથી જોગવાડ તરફ આવી રહેલ ફોર્ચ્‍યુનર કાર નં.જીજે-01-કેકયુ-9610 ના ચાલે કે પૂરપાટ ઝડપે ગફલત ભરી રીતે હંકારી લાવીતેમની ઈકો કારને અઠડાવી પોતાની કાર પણ રસ્‍તાની સાયડે ઉતારી દીધી હતી સદનસીબે કોઈ ઈજા થઈ ન હતી પરંતુ ઈકો કારને વ્‍યાપક નુકસાન થયું હતું. ઉપરોક્‍ત સંદર્ભની ફરિયાદમાં પોલીસે ફોર્ચ્‍યુનર કારના ચાલક જયદીપ સુમન પટેલ (રહે.ઉદવાડા તા.પરડી જી.વલસાડ) સામે અકસ્‍માત અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ચિતાલી ગામના ઝંડા ચોક પાસે અકસ્‍માતના સ્‍થળે લોકો મોટી સંખ્‍યામાં એકત્ર થઈ ગયા હતા અને જાણ કરતાં પોલીસ પણ ધસી આવી હતી. અને પોલીસે તપાસ કરતાં આ ફોર્ચ્‍યુનર કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 672 જેની કિંમત રૂા.84,000/- નો જથ્‍થો મળી આવતા પોલીસે કાર સાથે કુલ રૂા.6.84 લાખનો મુદ્દામાલ કબજે કરી કારનો ચાલક જયદીપ સુમન પટેલ સામે પ્રોહિબિશન જોગવાઈ અંતર્ગત બીજો ગુનો નોંધી તેને વોન્‍ટેડ જાહેર કરી વધુ તપાસ રાનકુવા પોલીસ મથકના પીએસઆઈ જયદીપસિંહ જાદવ તપાસ હાથ ધરી હતી. જોકે કારની તલાસી દરમ્‍યાન કારમાંથી અન્‍ય નંબર પ્‍લેટો પણ મળી આવી હતી.

Related posts

ધરમપુર પીપળોદ ગામે આદિવાસીઓ દ્વારા પરંપરાગત વરસાદી દેવની પૂજા કરાઈ

vartmanpravah

સાત માસ પૂર્વે દેગામની કંપનીના સ્‍ટોરમાંથી ચોરાયેલ રૂા. 2.09 કરોડનો સોલાર સેલનો જથ્‍થો નવસારી એલસીબીએ ગોવાથી ઝડપી પાડયો

vartmanpravah

આટિયાવાડ ગ્રામ પંચાયતની સાથે ડીઆઈએ પ્રમુખ પવન અગ્રવાલે આટિયાવાડના ઔદ્યોગિક વિસ્‍તારમાં સ્‍વચ્‍છતા અભિયાનની કરેલી શરૂઆત

vartmanpravah

પારડી શ્રી વલ્લભ આશ્રમ સ્‍કૂલ ખાતે બે દિવસના વાર્ષિક રમતોત્‍સવની થઈ ઉજવણી

vartmanpravah

મોટી દમણ લાઈટ હાઉસ નજીક દમણના કલેક્‍ટર સૌરભ મિશ્રાએ લહેરાવેલો તિરંગો

vartmanpravah

vartmanpravah

Leave a Comment