January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સોશિયલ ગૃપ દ્વારા જરૂરીયાતમંદ પરિવારોને 107 રાશન કીટ અર્પણ કરાઈ

પ્રમુખ કિરણ રાવલ દ્વારા 11 મહિનાથી બપોર-સાંજ નિઃશુલ્‍ક રામરોટી ભોજન પીરસવામાં આવી રહ્યું છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: વાપી સોશિયલ ગૃપ દ્વારા વાપીના આજુબાજુના વિસ્‍તારોમાં 107 રાશન કીટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
વાપી તેમજ આજુબાજુના ખડકલા, નવીનગરી, કબ્રસ્‍તાન રોડ, ગીતાનગર જેવા વિસ્‍તારોમાં જરૂરીયાતમંદ પરિવારોને 107 રાશન કીટ વાપી સોશિયલ ગૃપ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા અર્પણ કરવામાં આવી હતી. ગૃપના પ્રમુખ કિરણ રાવલ અને તેમની ટીમ સતત સમાજ સેવાની કામગીરી અવિરતપણે કરીરહી છે. થોડા દિવસ પહેલા જરૂરીયાતમંદોને રેઈન કોટ નિઃશુલ્‍ક અર્પણ કરાયા હતા. છેલ્લા 11 મહિનાથી ગૃપ દ્વારા બપોરે અને સાંજે બન્ને ટાઈમ અન્ન ક્ષેત્ર-રામરોટી અવિરત ચાલું છે. જેમાં દરરોજ 100 જેટલા ગરીબો ભોજનનો લાભ લઈ રહ્યા છે. આ રામરોટીમાં તૈયાર ફુડ પેકેટ આપવામાં આવે છે. સોશિયલ ગૃપ વાપી સમાજ સેવા કરવા હંમેશ તત્‍પર રહ્યું છે. તેઓ માને છે કે, ‘‘જન સેવા એજ પ્રભુ સેવા” ને વાસ્‍તવિક રીતે સાકાર કરી રહ્યા છે.

Related posts

વલસાડમાં બપોર બાદ પુરના પાણી ઓસરતા (ઉતરતા) રસ્‍તાઓ ઉપર કાદવ કીચ્‍ચડ છવાઈ જતા લોકો પરેશાન

vartmanpravah

વાપીમાં બિહાર વેલ્‍ફેર એસોસિએશન દ્વારા 111મા બિહાર દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

દાનહમાં ધોરણ 10 પછી વિદ્યાર્થીઓ માટે શિક્ષણની આભ આંબતી તકોઃ રોજગારલક્ષી શિક્ષણ પણ ઘરઆંગણે ઉપલબ્‍ધ

vartmanpravah

ચીખલી તાલુકામાં પુર આવ્‍યાને દોઢેક માસ જેટલો સમય વિતવા છતાં ખેડૂતોને કેળ સહિતના પાકોમાં નુક્‍શાનીની સહાય ન ચૂકવાતા નારાજગી ફેલાવા પામી છે

vartmanpravah

અતુલ હાઈવે બ્રીજ નીચે ખાનગી સ્‍કૂલ વાનમાં આગ ભભૂકી ઉઠી : બે બાળકો અને ચાલકનો બચાવ થયો

vartmanpravah

વાપી જકાતનાકા-ફાટક રોડ ઉપર અતુલ સોસાયટી પાસે અંડરપાસ બનશે : કામગીરી માટે રોડ વન-વે થશે

vartmanpravah

Leave a Comment