Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

તા.11થી 26 ઓગસ્‍ટ સુધી સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગ દ્વારા શાળા અને આંગણવાડીના બાળકો માટે શરૂ થનારૂં વિરાટ આરોગ્‍ય સ્‍ક્રીનિંગ અભિયાન

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પ્રદેશમાંથી કુપોષણની સમસ્‍યા નાબૂદ કરવા શરૂ કરેલા અભિયાન બાદ ભાવિ પેઢીની તંદુરસ્‍તી માટે પ્રદેશની તમામ શાળા અને આંગણવાડીના બાળકોના આરોગ્‍યની સ્‍થિતિની તપાસના કાર્યક્રમનો આરંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.10 : આવતીકાલ તા.11મી ઓગસ્‍ટથી 26મી ઓગસ્‍ટ, 2023 સુધી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવની દરેક શાળા અને આંગણવાડીના બાળકો માટે મેગા આરોગ્‍યસ્‍ક્રીનિંગનું આયોજન થઈ રહ્યું છે. જેનો મુખ્‍ય ઉદ્દેશ શૈક્ષણિક સંસ્‍થાઓ અને આંગણવાડીમાં દરેક બાળકોના આરોગ્‍યની સ્‍થિતિની તપાસ કરવાનો છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રદેશમાંથી કુપોષણની સમસ્‍યા નાબૂદ કરવા શરૂ કરેલા અભિયાનની સાથે સાથે હવે પ્રદેશની તમામ શાળા અને આંગણવાડીના બાળકોના આરોગ્‍યનું થનારૂં સ્‍ક્રીનિંગથી પ્રદેશમાં બાળ તંદુરસ્‍તીનું સાચું ચિત્ર મળી શકશે અને જો તેમાં કોઈ કચાશ દેખાશે તો તેના નિવારણ માટે પ્રશાસન દ્વારા પ્રયાસ કરાશે. જેના પરિણામે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં બાળ તંદુરસ્‍તીનો ગ્રાફ ઊંચો જશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આવતી કાલથી શરૂ થઈ રહેલ સ્‍ક્રીનિંગ કાર્યક્રમમાં સ્‍થાનિક આરોગ્‍ય અધિકારીઓ અને ડોક્‍ટરોની ટીમ સામેલ થઈ શાળા અને આંગણવાડીમાં જઈ બાળકોના આરોગ્‍યનું પરિક્ષણ કરશે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન યોગ્‍ય માપદંડોનું પાલન કરવામાં આવશે.
આ આરોગ્‍ય સ્‍ક્રીનિંગ કાર્યક્રમના અંતર્ગત આરોગ્‍ય વિભાગ દ્વારા દરેક શાળા અને આંગણવાડીમાં શિક્ષિત પરિક્ષકોની ટીમ દ્વારા વિવિધ આરોગ્‍ય પેરામીટરોની તપાસ કરશે અને વિભાગ દ્વારા નિર્માણ કરેલ એક અદ્યતન આરોગ્‍ય પોર્ટલ ઉપર દરેક બાળકોના આરોગ્‍યની જાણકારીનો સંગ્રહ કરવામાં આવશે. આ પોર્ટલના માધ્‍યમથી બાળકોની આરોગ્‍ય સ્‍થિતિનુંવિશ્વસનીય અને નિષ્‍પક્ષ આકલન થઈ શકશે. જેના કારણે બાળકના રોગનો ઈલાજ થવાથી તેના શિક્ષણમાં પણ સુધારો થઈ શકશે.
સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ આ પહેલ ફક્‍ત બાળકોના આરોગ્‍યની સુધારણાંની દિશામાં મહત્‍વનું કદમ નથી, પરંતુ તેના કારણે આરોગ્‍ય સંબંધિત જાણકારી પ્રત્‍યે જાગૃતિ પણ મળશે. આરોગ્‍ય વિભાગે દરેક વાલીઓ અને શિક્ષણના વ્‍યવસાય સાથે સંકળાયેલા તમામ લોકોને અનુરોધ કર્યો છે કે, આ કાર્યક્રમમાં સહયોગ આપી તેને સફળ બનાવવા માટે સહયોગ આપવામાં આવે.

Related posts

નાની દમણ ડાભેલ સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

દાનહ નહેરુ યુવા કેન્‍દ્ર સેલવાસ દ્વારા ચેસ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલી કલેક્‍ટર કચેરી ખાતે ઈલેક્‍શન કંટ્રોલ રૂમનો પ્રારંભ

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં ભર શિયાળે ચોમાસુ બેઠયું : ઠેર ઠેર કમોસમી વરસાદ : એન.ડી.આર.એફ.ની ટીમ સ્‍ટેન્‍ડબાય

vartmanpravah

વાપી ચલા મહાલક્ષ્મીનગર કોમન પ્‍લોટ ઉપર અજાણ્‍યા લોકોની ફેન્‍સિંગ કરી પચાવી પાડવાની કરેલી કોશિષ

vartmanpravah

વાપીમાં સોશિયલ ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે ચકલી ઘર અને બાઉલનું વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment