Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

૭૭મા સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષા ઊજવણી વલસાડ ખાતે

રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ વલસાડની અસ્મિતા ઉજાગર કરશે – વહીવટી તંત્ર દ્વારા અપાયેલો આખરી ઓપ

રાજયપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં એટહોમ કાર્યક્રમ યોજાશે

મુખ્યમંત્રીશ્રી ધમડાચી એપીએમસી ખાતે ધ્વજવંદન કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: ૭૭ મા સ્વાતંત્ર્ય દિવસની રાજયકક્ષાની ઊજવણીની વલસાડમાં તડામાર તૈયારીઓ થઇ રહી છે. જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેની રાહબરી હેઠળ સમગ્ર તંત્ર તૈયારીમાં જોતરાયું છે. વલસાડ જિલ્લામાં મારી માટી – મારો દેશ કાર્યક્રમ થકી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં દેશ ભાવના ઉજાગર થઇ રહી છે. સાથે સાથે રાજયકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઊજવણી જિલ્લાવાસીઓ માટે અનેરૂ પર્વ બની રહેશે.
વલસાડના ધરમપુર રોડના સી.બી.હાઈસ્કુલ મેદાનમાં તા. ૧૪ ઓગસ્ટના રોજ સાંજે ૪-૩૦ વાગ્યાથી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ‘એટ હોમ કાર્યક્રમ’ યોજાશે. રાજ્યપાલશ્રીને પોલીસ બેન્ડની સુરાવલી સાથે રાષ્ટ્રગાન દ્વારા સલામી આપવામાં આવશે.
વલસાડ જિલ્લામાં તા ૧૪ મી ઓગસ્ટના રોજ મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં દેશભકિતને અનુરૂપ વલસાડની ગરિમાને ઉજાગર કરતા રંગારંગ કાર્યક્રમોનું આયોજન થયું છે. વાપી ખાતે પુરુષ અધ્યાપન મંદિર ખાતે વલસાડની ગરિમાને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમને માણવાનો લ્હાવો અનેરો બની રહેશે. વલસાડવાસીઓ માટે સ્વાતંત્ર્ય પર્વ વિકાસનું પર્વ પણ બની રહેશે. મહામહિમ રાજયપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી જિલ્લામાં વિવિધ યોજનાઓ અંતર્ગત રૂ.૧૦૦૬૬.૭૩ લાખના ૧૩ કામોનું ‌ઈ–ખાતમુહૂર્ત અને રૂ. ૩૭૭૯.૯૨ લાખના કામોનું ઈ–લોકાર્પણ પણ કરશે. જિલ્લા પ્રવાસનનાં વિડીયોનું લોન્ચિંગ કરશે. આ કાર્યક્રમ પુર્વે લોકડાયરો, દેશભક્તિ ગીત, ભજન અને વાંસળી ધૂન રજૂ કરવામાં આવશે.
૭૭ મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનો માહોલ ઊભો થઈ રહયો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. વલસાડની સરકારી કચેરીઓ તથા જાહેર માર્ગોને રોશનીથી શણગારી દેવાયા છે. વલસાડ જિલ્લામાં લોકો આઝાદી પર્વમા સ્વયભું જોડાઇ રહ્યાં છે. મારી માટી – મારો દેશના કાર્યક્રમ થકી દેશભકિતની ભાવના ગામે ગામ ઉજાગર થઇ રહી છે.
મુખ્યમંત્રીશ્રી ૧૫ ઓગસ્ટના રોજ સવારે ૯-૦૦ વાગ્યે વલસાડના ધમડાચીના એ.પી.એમ.સી. ગ્રાઉન્ડ ખાતે તિરંગો લહેરાવશે. આ સ્થળે હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરાશે તેમજ પોલીસ બેન્ડ રાષ્ટ્રગીત રજૂ કરી રાષ્ટ્રધ્વજને સલામી આપશે. આ ઉપરાંત ડાંગી નૃત્ય, ગરબા અને દેશભક્તિ ગીતો રજૂ કરાશે. પોલીસ દ્વારા એસ.ડી.આર.એફ./ એમ.ટી.એફ. નો ડેમો, પોલીસ તાલીમનો ડેમો, મહિલા રાયફલ ડ્રીલ, મોટર સાયકલ સ્ટંટ શો, ડોગ શો, અશ્વ શો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે.

Related posts

ઉમરગામ તાલુકો ભ્રષ્ટાચારના ભરડામાં: વિજીલન્‍સ તપાસની આવશ્‍યકતા

vartmanpravah

બ્રિટનના લેસ્‍ટરમાં થઈ રહેલા પાકિસ્‍તાન સમર્થિત તોફાનના સંદર્ભમાં દમણ માછી સમાજ અને દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સોંપેલું આવેદનપત્ર

vartmanpravah

સ્‍વાગત સપ્તાહની ઉજવણીની શરૂઆતમાં ગ્રામ સ્‍વાગત કાર્યક્રમોમાં વલસાડ જિલ્લામાંથી 608 અરજી મળી

vartmanpravah

વલસાડના રાબડા ગામે માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે 75માં પ્રજાસત્તાક દિનની ભવ્‍ય ઉજવણી કરાઈ

vartmanpravah

દમણમાં ‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ’ની શૌર્યભેર થયેલી ઉજવણી

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા ગણેશ પર્વની ઉત્‍સાહ અને ભક્‍તિભાવ સાથે કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment