Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી મેરીલ એકેડમીમાં ઓટિઝમ જાગૃતિ ઉપર ઉચ્‍ચ મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં અધિવેશન યોજાયું

ઓલ ઈન્‍ડિયાક્રિકેટ એસો. ફોર ફિઝીકલ ચેલેન્‍જડના પ્રમુખ
પૂર્વ ક્રિકેટર કરસન ઘાવરી ઉપસ્‍થિત રહ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: વાપી ચલામાં આવેલ મેરિલ એકેડમી સુશ્રૃત હોલમાં બુધવારે સાંજે ઓટિઝમ પર જાગૃતિ લાવવા એક વિશિષ્‍ઠ અધિવેશન યોજાયું હતું. વાપીની સામાજીક સંસ્‍થાઓ દ્વારા આયોજીત આ અધિવેશનમાં ખાસ મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.
અધિવેશનમાં આમંત્રિત શહેરીજનો, શાળા, કોલેજના વિદ્યાર્થીઓને ઓટિઝમ અંગે વિસ્‍તૃત માહિતી આપવામાં આવી હતી. લોકોમાં વ્‍યાપ્ત માન્‍યતાઓ ભ્રમને નાબુદ કરવા ઉદ્યોગ સાહસિક ભાવિન દેસાઈએ મિતલ પોટનીશ સાથે મળી આયોજન કર્યું હતું. રોટરી ક્‍લબ ઓફ વાપી, રોટરી ક્‍લબ ઓફ દમણ, જે.સી.આઈ. વાપી, ઈસ્‍કોન વાપી, સી.એસ. ઈન્‍ફોકોમ તેમજ ઓટિઝમ કનેક્‍ટ ઓલ ઈન્‍ડિયા ક્રિકેટ એસો. ફોર ફિઝિકલ ચેલેન્‍જડના પ્રમુખ પૂર્વ ક્રિકેટર કરસન ઘાવરી, પદ્મશ્રી ગફુર બિલખીયા, મુંબઈ પોર્ટ, ટ્રસ્‍ટ કમિટી મેમ્‍બર, વેલ્‍યુઅર એસોસિએશન ઓફ ઈન્‍ડિયાના પૂર્વ પ્રમુખ અવિનાશ પેન્‍ડસે મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ડી.વાય.એસ.પી. બી.એન. દવે, પાલિકા ઉપ પ્રમુખ અભય શાહ સહિત ગણમાન્‍ય નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસના યુવાને અમેરિકાના ન્‍યુયોર્ક સિટીમાં ‘મિડિયા સ્‍ટડીઝ’ વિષયમાં માસ્‍ટર ડિગ્રી મેળવી

vartmanpravah

પારડી ઍન.કે. દેસાઈ કોલેજમાં ઉલ્હાસ-૨૦૨૨ અંતર્ગત આંતર શાળા હરિફાઈઓ યોજાઈ

vartmanpravah

નહેરુ યુવા કેન્‍દ્ર દીવ દ્વારા જિલ્લા કક્ષાની વક્‍તવ્‍ય સ્‍પર્ધાનું આયોજન

vartmanpravah

એન કે. દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં ડીબેટ યોજાઈ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘એક પેડ માઁ કે નામ’ અભિયાનમાં દમણ-દીવ સાંસદ ઉમેશભાઈ પટેલ પણ જોડાયા: સોશિયલ મીડિયામાં શેર કર્યો ભાવુક સંદેશ

vartmanpravah

ગુજરાત નેવલ એરિયાના ફલેગ ઓફિસર રિયલ એડમિરલ પુરૂવીર દાસે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment