(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.17: વંદે માતરમ આજરોજ ભારતીય જનતા પાર્ટી વાપી શહેર સંગઠન દ્વારા પૂર્વ પ્રધોનમંત્રી અને ભારત રત્ન સ્વર્ગીય શ્રી અટલ બિહારી વાજપેઈની પાંચમીપુણ્યતિથિએ કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વાપી શહેર સંગઠન પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ, ન.પા કારોબારી ચેરમેન, શ્રી મિતેષભાઈ દેસાઈ સંગઠન મહામંત્રી શ્રી વિરાજ દક્ષિણી શ્રી ભવલેશભાઈ કોટડીયા, સંગઠન ઉપપ્રમુખ શ્રી દુર્લભભાઈ પટેલ, વાપી નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ પટેલ, જિલ્લા સંગઠનથી મુકેશભાઈ ઠાકુર, વાપી યુવા મોરચા મહામંત્રી શ્રી શનિભાઈ પટેલ, વાપી નગરપાલિકાના આરોગ્ય વિભાગ સમિતિ ચેરમેન શ્રી સુરેશભાઈ પટેલ, પાણી સમિતિ ચેરમેન શ્રી કૌશિકભાઈ પટેલ, વાપી સંગઠન મંત્રી શ્રી પ્રવીણભાઈ તલસાણીયા, આઈટી મીડિયાથી, શ્રી દેવેન્દ્રભાઈ પટેલ, સંગઠનના શક્તિ કેન્દ્રના સંયોજકો શ્રી સુમિતભાઈ દેસાઈ, શ્રી ઈશ્વરભાઈ હળપતિ, શ્રી અજિતભાઈ મેહતા, કાર્યકર્તા મિત્રો શ્રી ધર્મેન્દ્રભાઈ ચૌહાણ, શ્રી મહેશભાઈ પટેલ, શ્રી રાજેન્દ્રભાઈ પલાંડે, શ્રી ગૌરવભાઈ પટેલ, શ્રી અનિલભાઈ ગીરાશે સહિત કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. શહેર પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ, અને પૂર્વ ન.પા પ્રમુખશ્રી વિઠ્ઠલભાઈ પટેલ દ્વારા ભારત રત્ન સ્વ.અટલ બિહારી વાજપેયીના જીવન ઉપર ટુકમાં પરિચય કાર્યકર્તાઓને આપવામાં આવ્યો હતો.