(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.11: ભારતીય જનતા પાર્ટી વાપી શહેર સંગઠન દ્વારા આજરોજ મહાત્મા જ્યોતિબા ફુલેજીની જન્મ જયંતી નિમિત્તે વાપી રોફેલ એમબીએ કોલેજ ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી વાપી શહેર સંગઠન અધ્યક્ષ શ્રી સતિષભાઈ પટેલની આગેવાનીમાં આયોજિત આ કાર્યક્રમમાં સતિષભાઈ પટેલ અને પૂર્વ ન.પા પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ પટેલ દ્વારા કાર્યકર્તા મિત્રોને મહાત્મા જ્યોતિબા ફુલેના જીવન વિશે ટૂંકી માહિતી પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાથે, વાપી શહેર સંગઠન મહામંત્રી વિરાજભાઈ દક્ષિણી, ભવલેશભાઈ કોટડીયા, તેમજ ચૂંટાયેલા સભ્યો અને સંગઠનના કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.